બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ferry boat service running between Okha-Bet Dwarka has been stopped again

નિર્ણય / ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટનો પુન: પ્રારંભ, તેજ પવનના કારણે સવારથી સર્વિસ બંધ કરાઇ હતી

Priyakant

Last Updated: 12:11 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Okha-Bet Dwarka Passenger Jetty Latest News: ભારે પવનને લઇ GMB દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફરી બોટ પુનઃ શરૂ કરવામાં આવી

  • ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફરી બોટ પુનઃ શરૂ 
  • વાતાવરણ સામાન્ય બનતા ફરી બોટ સર્વિસ પુનઃ શરૂ કરાઈ
  • આજે સવારે તેજ પવનને કારણે બોટ સર્વિસ બંધ રખાઈ હતી
  • ફરી બોટ પુનઃ શરૂ થતાં યાત્રિકો બેટ દ્વારકા દર્શને જઈ શકશે

Okha-Bet Dwarka Passenger Jetty : ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવામાનની આગાહીને પગલે દરિયાકાંઠે તેજ પવન શરૂ થતાં આજે સવારે  ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ હતી. વિગતો મુજબ તેજ પવન શરૂ થતાં GMB દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફરી બોટ પુનઃ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. 

દ્વારકા અને ઓખા બેટ વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને આજે સવારે બંધ કરવામાં આવ્યા બાદ હવે ફરી શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ દરિયાકાંઠે ભારે પવનના કારણે બોટ સર્વિસ બંધ કરાઈ હતી. અહીં તેજ પવન શરૂ થતાં GMBએ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. મહત્વનું છે કે, યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવામાં આવતા યાત્રિકો બેટ દ્વારકા દર્શન નહિ કરી શકે તેવું હમણાં સુધી લાગતું હતું. જોકે હવે વાતાવરણ સામાન્ય બન્યા બાદ હવે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફરી બોટ પુનઃ શરૂ કરવામાં આવી છે.

ભારે પવન સાથે વરસાદ પડી શકે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 25થી 27 નવેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે અનેક જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે. આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું એ 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. મોટા ભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદ પડતાં હોય છે પણ આ માવઠામાં અનેક વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે અને પવનની સ્પીડ સામાન્ય રીતે વધી 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ