ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fees waived for 1 thousand students By Little Star School in Dwarka

શિક્ષણ વિભાગ / 1.5 કરોડનું નુકસાન છતાં 1 હજાર વિદ્યાર્થીઓની ફી માફ, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ ઘટના

Published By: Shyam

Last Updated: 06:15 PM, 13 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ દ્વારકા જિલ્લાની લિટલ સ્ટાર નામની ખાનગી શાળાએ તેના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની ફી ચાલુ વર્ષે માફ કરી છે

ADVERTISEMENT

  • દ્વારકાની શાળાનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય
  • ઓનલાઈન શિક્ષણ ચાલે ત્યા સુધી ફી માફ
  • વાલીઓએ માન્યો આભાર

સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કેટલીક શાળાઓ દ્વારા ફી ને લઈને વાલીઓને દબાણ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આવા કિસ્સાઓની વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાની લિટલ સ્ટાર નામની ખાનગી શાળાએ તેના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની ફી ચાલુ વર્ષે માફ કરી છે. અને જ્યાં સુધી આ વર્ષે ઓનલાઈન શિક્ષણ રહેશે ત્યાં સુધી ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઓફલાઇન શિક્ષણ શરૂ થાય ત્યારે ફી લેવામાં આવશે. શાળાના આ નિર્ણયને પગલે અસંખ્ય વાલીઓ તથા વિદ્યાર્થીઓને લાભ થશે તથા આ નિર્ણયથી કોરોનાકાળમાં બેકાર બનેલા વાલીઓના બાળકો શિક્ષણથી વંચિત નહીં થાય. શાળાના નિર્ણયને વાલીમંડળ દ્વારા વધાવી લેવામાં આવ્યો છે તથા વાલીમંડળે નિર્ણયને પગલે શાળા સંચાલકોનો આભાર માન્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાની લિટલ સ્ટાર શાળા દ્વારા ચાલુ વર્ષે ઓનલાઈન શિક્ષણ શરૂ રહે તો, વાલીઓ પાસેથી ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. 1 હજાર જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખૂબ મોટી રાહત આપતા સમાચાર છે. જેના કારણે વાલીઓમાં ખુશી પણ છવાઈ છે. શાળા દ્વારા લેવાયેલા નિર્ણયથી અન્ય શાળાઓ પણ શીખ મેળવવી જોઈએ. લીટલ સ્ટાર શાળાને ચાલુ વર્ષ દરમિયાન ઓફલાઇન શિક્ષણ શરૂ ન થાય તો, 1.5 કરોડની ખોટ પડશે. છતાં ફી માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કેટલીક શાળાઓ દ્વારા ફીને લઈને વાલીઓ સાથે અનેક શાળાઓ વિવાદમાં આવી છે. અને શાળાઓ દ્વારા વાલીઓને દબાણ કરાયું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની લિટલ સ્ટાર નામની ખાનગી શાળાએ તેના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની ફી ચાલુ વર્ષે માફ કરી છે અને જ્યાં સુધી આ વર્ષે ઓનલાઈન શિક્ષણ રહેશે. ત્યાં સુધી ફી નહીં લેવાનો નિર્ણય કરાયો છે. જ્યારે ઓફલાઇન શિક્ષણ શરૂ થાય ત્યારે ફી લેવામાં આવશે. સાથે જ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. અનેક લોકોએ તેના સ્વજનો ગુમાવ્યા હોય, લોકો આર્થિક સંકળામણને લઈ ચિંતિત છે. અને લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે.

નવા શિક્ષણ સત્રની શરૂઆત થતા જ ખંભાળીયા શહેરના લિટલ સ્ટાર નામની ખાનગી શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. કેમ કે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની ફી નહિ લેવામાં આવતા ધોરણ 1થી 11ના કુલ 1 હજાર જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ખૂબ મોટી રાહત મળી છે. સાથે જ ઓનલાઈન શિક્ષણ પણ શરૂ રહે તે, માટેની વ્યવસ્થા પણ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે.

હાલ શાળામાં કુલ 50 જેટલો સ્ટાફ છે અને એક વિદ્યાર્થીની 16 હજાર જેટલી ફી છે. જ્યારે જો આગામી એક વર્ષ સુધી જો શાળા ઓફલાઇન ન શરૂ થાય તો, શાળાને 1.5 કરોડની ખોટ પડી શકે તેમ છે. છતાં પણ શાળા દ્વારા ખૂબ આવકારદાયક નિર્ણય શાળા સંચાલક દ્વારા લેવામાં આવ્યો છે. અને વાલીઓને આર્થિક રીતે આંશિક રાહત મળશે. સાથે જ આ પ્રકર ના નિર્ણયથી અન્ય ખાનગી ક્ષેત્રની શાળા પણ શીખ મેળવે અને હાલ કોરોનાની ચાલી રહેલ મહામારી વચ્ચે ઓફલાઇન શિક્ષણ ન શરૂ થાય ત્યાં સુધી ફી ન લેવાય તેવો નિર્ણય લે તો અન્ય ખાનગી શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને પણ રાહત મળી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Devbhumi Dwarka School Fee દેવભૂમિ દ્વારકા લીટલ સ્ટાર સ્કુલ ફી Education Department

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ