બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / fatigue and shortness of breath still afflict many patients a year after their hospitalisation for covid 19 new study

રિપોર્ટ / જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે તેમને એક વર્ષ સુધી રહી શકે છે આ તકલીફ : નવો રિપોર્ટ

Published By: Bhushita

Last Updated: 10:45 AM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો કોરાનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમને એક વર્ષ બાદ પણ થાક અને શ્વાસની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • કોરોનાને લઈને આવ્યો નવો રિપોર્ટ
  • ચીનના એક સંશોધનમાં સામે આવી આ વાત
  • એક વર્ષ બાદ પણ દર્દીને રહે છે શ્વાસ અને થાકની સમસ્યા


મધ્ય ચીનના શહેર વુહાનમાં કોરોના મહામારીના કારણે એડમિટ કરાયેલા લગભગ 1300 લોકો પર સર્વે કરાયો છે. વુહાન આ મહામારીથી પ્રભાવિત થનારું પહેલું શહેર છે. દુનિયાના 2.14 કરોડ લોતોને અહીંથી નીકળેલા વાયરસે સંક્રમિત કર્યા છે, જેમાંથી 40 લાખ જેટલા લોકોના મોત થયા છે. 

શું રહે છે સમસ્યા
એક ચીની અધ્યયનમાં જાણવા મળ્યું છે કે એક વર્ષ બાદ પણ દર્દીને થાક અને શ્વાસની તકલીફ રહે છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બ્રિટિશ મેડિકલ જર્નલ દ લેસેંટ ફ્રાઈડેમાં એક સ્ટડીમાં કહેવાયું છે કે કોરોના બાદ હોસ્પિટલથી રજા મેળવેલા અડધાથી વધારે દર્દીને એક લક્ષણની તકલીફ જોવા મળી રહી છે. એક વર્ષ બાદ પણ થાક લાગવાની સાથે માંસપેશીઓમાં નબળાઈની સમસ્યા જોવા મળે છે.  

લોન્ગ કોવિડની સ્થિતિને લઈને પણ કરાયું સંશોધન
અન્ય એક શોધ લોન્ગ કોવિડને લઈને કરાઈ તેમાં કહેવાયું છે કે ડાયગ્નોસિસના એક વર્ષ બાદ પણ 3માંથી 1 રોગીને શ્વાસની તકલીફ જોવા મળી હતી. સ્ટડી રિપોર્ટના આધારે ગંભીર રીતે બીમારી રોગીમાં આ સંખ્યા વધારે જોવા મળી છે.  લેસેંટના રિપોર્ટમાં કહેવાયું છે કે કોઈ પણ સિદ્ધ ઉપચાર કે પુનર્વાસ માર્ગદર્શનના લાંબા સમય સુધી કોરોના લોકોના સામાન્ય જીવનને ફરીથી શરૂ કરવા અને કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. તેમાં કહેવાયું છે કે અનેક રોગીઓને કોરોનાથી સાજા થવામાં 1 વર્ષથી વધારે સમય લાગે છે.  

 

 

1300 લોકો પર કરાયો સર્વે
મધ્ય ચીનના વુહાનથી ગયા વર્ષે આવેલા કોરોનાના કારણે અનેક હોસ્પિટલમાં એડમિટ 1300 લોકો પર રિસર્ચ કરાયું હતું. આ મહામારીથી પ્રભાવિત એવું વુહાન પહેલું શહેર છે. અહીંથી નીકળેવા વાયરસે દુનિયામાં 21.4 કરોડ લોકોને સંક્રમિત કર્યા છે તેમાંથી 40 લાખથી વધારે લોકો માર્યા ગયા છે.  
 
રિપોર્ટમાં કહેવાઈ છે આ વાત
સ્ટડી રિપોર્ટમાં કહેવાયું છે કે ઓછામાં ઓછા એક લક્ષણ વાળા રોગીને 6 મહિના બાગ પણ 68 ટકાથી ઘટીને 49 ટકા સુધીની અસર રહે છે. 6 મહિના બાદ 26 ટકા રોગીને શ્વાસની તકલીફ રહે છે જે 12 મહિના બાદ વધીને 30 ટકા થઈ જાય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

covid 19 new study patients report કોરોના વાયરસ ચીન તકલીફ રિપોર્ટ વુહાન સંશોઘન covid 19 new study

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ