બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / father brutally beating daughter and wife in gurugram

ચકચાર / પિતાની હેવાનિયત, પુત્રી પર ગરમ દૂધ ફેંકીને ચહેરો સળગાવ્યો, ખોપરી તૂટી ત્યાં સુધી મારી, પછી પત્ની સાથે ક્રૂરતા

Kishor

Last Updated: 09:23 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુગ્રામના ભોંડસી વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં આરોપી પિતાએ તેની 9 વર્ષની પુત્રી પર ગરમ દૂધ રેડી બેફામ માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

  • ગુરુગ્રામમાં હૈયું હચમચાવી નાખતી
  • પિતાએદીકરી પર ધગધગતું દૂધ નાખીને ચહેરો બાળી નાખ્યો
  • પોલીસે મામલો દબાવ્યો હોવાનો આરોપ

ગુરુગ્રામથી હૈયું હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જેમાં નિર્દય પિતા હેવાન બન્યો હતો. પિતાએ પોતાની દીકરી પર ગરમ ધગધગતું દૂધ નાખીને તેનો ચહેરો બાળી નાખ્યો હતો. બાદમાં તેને દીકરી પર હુમલો કર્યો હતો. જેમાં પુત્રીની ખોપડીનું હાડકું તૂટી ગયું હતું.આટલું ઓછું હોય તેમ આરોપીએ તેની પત્નીને પણ બેફામ માર માર્યો હતો. જેને લઈને તેની પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


આરોપીએ તેની પત્ની પર પણ મારપીટ કરી 
આ મામલે જાણવા મળતી વિગત અનુઆર ગુરુગ્રામના ભોંડસી વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી હતી. આરોપી પર તેની 9 વર્ષની પુત્રીને ગરમ દૂધ પીવડાવીને હત્યાચાર ગુજર્યાંનો આરોપ લાગી રહ્યો છે. આ ઉપરાંત આરોપીએ તેની પત્ની પર પણ મારપીટ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહી ગુજરાન ચલાવે છે. થોડા દિવસો અગાઉ આરોપીએ પોતાની પુત્રી અને પત્નીને બેરહેમીથી માર માર્યો હતો. જે મામલો બહાર આવ્યા બાદ પોલીસ કામે લાગી છે. જોકે  આરોપીએ આવું કૃત્ય શા માટે કર્યું? તે અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ખોપરીનો પાછળનું હાડકું ભાંગી ગયું

 તો સાથે જ પોલીસ પર કેસને દબાવવાનો આરોપ લાગી રહ્યો છે. પીડિતાના સંબંધીઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે બાળકીના મામાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ કેસ દબાવી દીધો હતો. જોકે આ બાદ પણ પીડિતાની માતાએ હાર ન માની હતી અને લગભગ બે સપ્તાહ બાદ પણ પતિની સામે ભોડશી  પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરાવી હતી. જેને લઈને પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. સીટી સ્કેન રિપોર્ટ માં સામે આવ્યા મુજબ અત્યાચારનો ભોગ બનેલ બાળકીની ખોપરીનો પાછળનું હાડકું ભાંગી ગયું છે. મહિલાએ આરોપ લગાવ્યો કે 112 નંબરમાં ફરિયાદ કરવા છતાં પોલીસે કાર્યવાહી કરી ન હતી અને ઉલટાનું તેના પતિ સાથે સમજૂતી કરી અને મામલો રફે દફે કરી દીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ