બ્રેકિંગ ન્યુઝ
VTV / Fastag Scanner Is Not Working What is The Rule
ADVERTISEMENT
ટોલ પ્લાઝા પર ફ્રીમાં જઈ શકશે વાહન
NHAIના જણાવ્યા અનુસાર, જો કોઈ ટોલ પર આરએફઆઈડી સ્કેનરમાં ખામી છે અને તે Fastagને સ્કેન કરવામાં સમર્થ નથી, તો ડ્રાઇવરને કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં અને વાહન પસાર થવાની છૂટ આપવામાં આવશે. આ માટે ટોલ પ્લાઝાને સુચના આપવામાં આવી છે. તે જ સમયે, તેઓને ટોલ બોર્ડ પણ બોર્ડમાં મુકવા જણાવ્યું છે જેથી જાગૃતિ ફેલાય.
ADVERTISEMENT
શું કહે છે નિયમ?
જો તમે ટોલ પ્લાઝાથી પસાર થાઓ છો અને RFID સ્કેનરમાં ખામી જોવા મળી રહી છે તો તે ગાડીના ફાસ્ટ ટેગને સ્કેન કરી શકશે નહીં અને ટોલ પ્લાઝાનો ગેટ ખૂલશે નહીં. નેશનલ હાઈવેના ફી રૂલ્સના આધારે ટોલ પ્લાઝા સંચાલક ટોલ ચૂકવ્યા વિનાની ગાડીને આગળ જવા દઈ શકશે નહીં. સાથે જ તે મેન્યુઅલ રીતે ઝીરો ફીની રસીદ કાપશે. જેથી તે ગાડીનો રેકોર્ડ નોંધાઈ શકે. જો ગાડી પર ફાસ્ટ ટેગ નથી લાગ્યું તો ટોલ પ્લાઝા પર Fastag લેનથી પસાર થાઓ છો તો તમારે ડબલ રકમ ચૂકવવાની રહે છે. ટોલ પ્લાઝા પર એક લાઈન ફાસ્ટ ટેગ વિનાના વાહનોને માટે પણ હશે અને તેમની પાસેથી સામાન્ય ટેક્સ વસૂલવામાં આવશે.
ADVERTISEMENT
1 ડિસેમ્બરથી ફાસ્ટ ટેગ અનિવાર્ય
ADVERTISEMENT
દેશભરમાં એક ડિસેમ્બરથી ફોર વ્હીલર માટે ફાસ્ટ ટેગ અનિવાર્ય રહેશે. આ નિયમ એટલા માટે છે કે લોકોને ભીડથી રાહત મળી રહે. NHAIના અનુસાર જો કોઈ ઓવરલોડ ટ્રક ટોલ પ્લાઝાથી પસાર થઈ રહ્યો છે તો ફાસ્ટ ટેગની મદદથી ઓવરલોડની રકમ પણ કપાશે.
આ હશે દંડના નિયમ
ADVERTISEMENT
કોઈ પણ વ્યાપારનું વાહન 20 ટકા સુધી ઓવરલોડ છે તો વાહન માલિક પાસેથી 20થી 40 ટકા ઓવરલોડ પર ચારગણો, 40-60 ટકા ઓવરલોડ પર છ ગણું, 60-80 ટકા સુધી આઠ ગણો અને 80-100 ટકા ઓવરલોડ પર દસ ગણો દંડ વસૂલવામાં આવશે. તેના માટે ટોલ પર વજન તોલવાના મશીનો જેવા ઉપકરણ લગાવવામાં આવી રહ્યા છે તો ટ્રકના વજનના અંદાજે રાશિ ઓટોમેટિક કાપી લેવામાં આવે છે.
ફાસ્ટ ટેગનો રંગ વાહનો અનુસાર નક્કી
ADVERTISEMENT
અધિકારીઓના આધારે કાર, જીપ અને વેનને માટે બ્લૂ રંગનો ફાસ્ટ ટેગ રાખવામાં આવ્યો છે. વેપારના વાહનોને માટે લાલ અને પીળા રંગના તથા બસને માટે લીલા કે પીળા રંગના, મીની બસને માટે નારંગી રંગ નક્કી કરવામાં આવ્યો છે.
ટ્રકને તેમની ક્ષમતા અનુસાર મળશે રંગ
ટ્રકને તેમની ક્ષમતા અનુસાર રંગ આપવામાં આવે છે. 12-16 હજાર કિલો વજનના ટ્રકને લીલો રંગ, 14,200થી 25000 કિલોના વજનના ટ્રકને માટે પીળો રંગ, 25-54 હજાર કિલોના વજનના ટ્રકને ગુલાબી તથા 54,200 કિલોથી વધારેના વજનના ટ્રકને આસમાની રંગ આપવામાં આવ્યો છે. જેસીબી અને અન્ય નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાનારી મશીનને માટે ગ્રે રંગનો ફાસ્ટ ટેગ નક્કી કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.