બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / farmers protest amit shah and rajnathsingh promises farmers

વાટાઘાટો / ખેડૂતો સાથે અમિત શાહ અને રક્ષામંત્રીએ પણ કરી વાતચીત, રાજનાથ સિંહે અન્નદાતાઓને આપ્યું આ વચન

Published By: Shalin

Last Updated: 03:50 PM, 25 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ કૃષિ કાયદાઓને મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ખાતરી આપી છે કે MSP હતી, છે, અને રહેશે.

શુક્રવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કરી હતી. કહ્યું, “વિપક્ષી પાર્ટીઓ MSPના મુદ્દે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. હું સ્પષ્ટ કરવા માંગું છું કે MSP તેની જગ્યાએ જ રહેશે.”

નરેન્દ્ર મોદીએ અઢી વર્ષમાં 95,000 કરોડ સીધા ખેડૂતોના ખાતામાં મૂક્યા

શાહના કહેવા પ્રમાણે, “જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન કિસાન સન્માન યોજના લાવ્યા હતા, ત્યારે રાહુલ બાબા સહિતના વિપક્ષના તમામ નેતાઓ કહેતા હતા કે ખેડૂતોની લોન માફ કરો. કોંગ્રેસ સરકારે 10 વર્ષમાં 60,000 કરોડની લોન માફ કરી. નરેન્દ્ર મોદીએ અઢી વર્ષમાં 95,000 કરોડ સીધા ખેડૂતોના ખાતામાં મૂક્યા.”

MSP કોઈપણ હિસાબે હટશે નહીં: રાજનાથસિંહ

આ દરમિયાન સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતો માટે ત્રણ કાયદા બનાવવામાં આવ્યા છે. પરંતુ આજે કેટલાક લોકો ગેરસમજ કરી રહ્યા છે કે MSP નાબૂદ થઇ જશે. હું ખેડૂતોને વચન આપું છું કે MSP કોઈપણ હિસાબે હટશે નહીં."

આ કાયદાઓ ઉપર સમજૂતી ફક્ત વાટાઘાટોથી જ સધાશે: નરેન્દ્રસિંહ તોમર

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજનાનો આગલો હપ્તો બહાર પાડ્યો. વડાપ્રધાને નવ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 18,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી. વડાપ્રધાનના સંબોધન પૂર્વે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે આ કાયદાઓ ઉપર સમજૂતી ફક્ત વાટાઘાટોથી જ સધાશે. 

નવા કાયદા અંગે પંજાબ સહિત કેટલાક ખેડૂત ભાઈ-બહેનો મૂંઝવણમાં મૂકાયા છે

તેમણે કહ્યું - નવા કાયદા અંગે પંજાબ સહિત કેટલાક ખેડૂત ભાઈ-બહેનો મૂંઝવણમાં મૂકાયા છે. હું તેમને આ આંદોલનનો ત્યાગ કરવા અને સરકાર સાથે વાટાઘાટ માટે આમંત્રણ આપવા આવવા વિનંતી કરું છું. હું આશા રાખું છું કે નવા કાયદાની યોગ્યતા અને મહત્વ ખેડૂતો સમજી શકશે અને આપણે એક નિરાકરણ તરફ આગળ વધીશું.

કોઈ પણ ખેડૂતોની જમીન છીનવી શકશે નહીં

આ રકમ આપ્યા પછી મોદીએ ઘણા રાજ્યોના ખેડુતો સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન, તેમણે ખેડૂત ભાઈઓને સરકાર દ્વારા લવાયેલા ત્રણ નવા કૃષિ કાયદાઓ અને અન્ય વ્યવસ્થા કરવા અંગે પૂછ્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ પણ ખેડૂતોની જમીન છીનવી શકશે નહીં. પરંતુ આ મામલે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajnath Singh amit shah farmers protest અમિત શાહ ખેડૂત આંદોલન રાજનાથ સિંહ farmers protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ