ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / fardeen khan gets emotional for comeback in bollywood after 14 years with sanjay leela bhansali

મનોરંજન / 14 વર્ષ બાદ વલી મોહમ્મદ બનીને 'હીરામંડી'માં ધમાલ મચાવશે ફરદીન ખાન, કમબેક પર એક્ટર થયા ભાવુક

Published By: Arohi

Last Updated: 11:30 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fardeen Khan: સંજય લીલા ભણસાલીની પહેલી વેબ સીરિઝ હીરામંડી-ધ-ડાયમંડ બજારનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. ત્યાં જ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ વખતે ફરદીન ખાન પોતાની ભાવનાઓ પર કાબુ ન કરી શક્યા અને લાંબા સમય બાદ કમબેક કરવાને લઈને ભાવુક જોવા મળ્યા.

ADVERTISEMENT

સંજય લીલા ભણસાળીના નિર્દેશનમાં બનેલી હીરામંડી વેબ સીરિઝ લાંબા સમયથી ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલી હીરામંડીથી OTTની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. એવામાં સંજય લીલા ભણસાલીની પહેલી સીરિઝ હીરામંડીને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યાં જ છેલ્લા થોડા દિવસોથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં ફેંસનો જબરદસ્ત રીસ્પોન્સ મળી રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

ટ્રેલરમાં જોવા મળી રહેલા બધા સ્ટાર કાસ્ટ પોતાના પાત્રથી લોકોનું દિલ જીતી રહ્યા છે. ત્યાં જ આ સીરિઝથી 14 વર્ષ બાદ ફરદીન ખાન ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ટ્રેલર લોન્ચ ઈવેન્ટ વખતે ફરદીન ખાને પોતાના કમબેકને લઈને વાત કરી. આ દરમિયાન તે ભાવુક થઈ ગયા સાથે જ તેમણે આ ફિલ્મમાં રોલ આપવા માટે સંજય લીલા ભણસાલીના પ્રતિ આભાર પણ વ્યક્ત કર્યો છે. 

ફરદીન ખાન થયા ભાવુક 
ફરદીને ટ્રેલર લોન્ચ ઈવેન્ટ વખતે કહ્યું કે, આ મારા માટે ખૂબ જ લાંબો ગેપ રહ્યો છે. લગભગ 14 વર્ષ થઈ ગયા છે. સંજય લીલા ભણસાલી અને નેટફ્લિક્સનો ખૂબ જ આભારી છું. કે મને આ મોકો મળ્યો. આ ક્ષણ મને ખૂબ જ ઈમોશનલ કરી રહ્યા છે. 

વધુ વાંચો: ફેન્સની આતુરતાનો અંત, આ દિવસે થશે 'બિગ બોસ ઓટીટી 3'નું ભવ્ય પ્રીમિયર

ફરદીને આગળ કહ્યું કે સંજયજીના પાત્ર ખૂબ જ મુશ્કેલ અને ખૂબ જ ગંભીરતા વાળા હોય છે. તેને સમજવા સરળ નથી હોતો. તેમની સાથે કામ કરવું કોઈ ચેલેન્જથી કમ નથી. પોતાની વાત કરતા કરતા ફરદીન ખાન વચ્ચે વચ્ચે ભાવુક થતા પણ જોવા મળ્યા. જણાવી દઈએ કે ભણસાલીની હીરામંડીમાં ફરદીન વલી મોહમ્મદનું પાત્ર નિભાવી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News fardeen khan sanjay leela bhansali સંજય લીલા ભણસાણી Bollywood News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ