ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:31 PM, 27 August 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Aliens will come on earth: કેટલીક બાબતો પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે. જેમ કે, ભૂત કે એલિયન્સ. જ્યાં સુધી લોકો તેમને પોતાની આંખોથી ન જુએ ત્યાં સુધી તેઓ તેમના પર વિશ્વાસ કરી શકતા નથી. જો કે, દુનિયામાં કેટલાક લોકો એવા છે જેઓ સાંભળેલી વાતો પર પણ વિશ્વાસ કરી લે છે. ઘણા લોકોએ એલિયન્સ અને યુએફઓ જોયા હોવાનો દાવો કર્યો છે અને તેમના પોતાના શબ્દોના આધારે, અન્ય લોકો પણ માનવા લાગે છે કે, એલિયન્સ ખરેખર અસ્તિત્વમાં છે. હવે એક વ્યક્તિએ એલિયન્સના અસ્તિત્વ વિશે એવી અજીબ ભવિષ્યવાણી કરી છે કે જેને સાંભળીને લોકો પણ ચોંકી જશે.

ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, ગયા મહિને અમેરિકાના એક પૂર્વ ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો હતો કે પેંટાગન પાસે એલિયન ટેક્નોલોજી અને 'ગૈર-મૈનવીય શવ' છે. તે પછી, હાર્વર્ડના એક વૈજ્ઞાનિકે એવો પણ દાવો કર્યો હતો કે તેમને પાપુઆ ન્યૂ ગિનીથી 260 માઈલ દૂર માનુસ દ્વીપ પાસે પ્રશાંત મહાસાગરમાં એલિયન્સની હાજરીના પુરાવા મળ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, વર્ષ 2014માં ઉલ્કાપિંડ પડી હતી, વાસ્તવમાં એલિયન્સનું અવકાશયાન હોઈ શકે છે. હવે ઉરી ગેલરે આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. તે પોતાના મનની શક્તિથી કથિત રીતે ચમચીને વાળવા માટે આખી દુનિયામાં ફેમસ છે.
ધરતીથી સંપર્ક સાધી રહ્યા છે એલિયન્સ
ઉરી ગેલર કહે છે કે, એલિયન્સ પૃથ્વી પર સંપર્ક બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને નાસાએ આ માટે પોતાને વ્યાપક રીતે તૈયાર કરવી જોઈએ. તેણે મીડિયાને કહ્યું, 'મને લાગે છે કે આગામી 10 થી 20 વર્ષમાં પૃથ્વી પર કોઈ એલિયન લેન્ડ થશે'. જો કે, તેણે એમ પણ કહ્યું કે 'આ હુમલો નહીં થાય'. તેઓ જ્યાંથી આવે છે, મને લાગે છે કે 'ત્યાં કદાચ બે કે ત્રણ પ્રજાતિઓ છે. જો તેઓ અમને નષ્ટ કરવા માંગતા હોય, તો તેઓ કરી શકે છે. હકીકતમાં, એલિયન્સ અમે વસ્તુઓને કેવી રીતે હેન્ડલ કરી રહ્યા છીએ તે વિશે ચિંતિત છે અને તેઓ અમને કેટલાક સંકેતો આપવા અમારી મુલાકાત લઈ રહ્યા છે.'
ADVERTISEMENT

વ્હાઇટ હાઉસ કે એફિલ ટાવરની પાસે ઉતરશે યુએફઓ
તેમણે કહ્યું, 'તેઓ ચિંતિત છે કે અમે લાલ બટન દબાવીશું અને પરમાણુ બોમ્બ ફાટી જશે.' તેઓ ઈચ્છતા નથી કે આપણો ગ્રહ નાશ પામે. આ સાથે તેણે એવો પણ દાવો કર્યો હતો કે, મને આશા છે કે એલિયન્સ વ્હાઈટ હાઉસના લૉન અથવા એફિલ ટાવર જેવી કોઈ જગ્યાએ ઉતરશે. તેમનું કહેવું છે કે 'આ ઈતિહાસનો સૌથી મોટા રહસ્યનો ઘટસ્ફોટ હશે. જો કે, યુએસ સરકાર વ્હાઇટ હાઉસના લૉન અથવા એફિલ ટાવર પર UFO લેન્ડિંગને કેવી રીતે છુપાવવાની યોજના બનાવી છે તે જોવાનું રહેશે’.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT