બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / પ્રખ્યાત ગુજરાતી સિંગરે કરી લીધા લગ્ન, પતિ સાથે હસમુખી તસવીરો કરી શેર

મનોરંજન / પ્રખ્યાત ગુજરાતી સિંગરે કરી લીધા લગ્ન, પતિ સાથે હસમુખી તસવીરો કરી શેર

Last Updated: 06:41 PM, 16 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૈરવીએ લગ્નમાં રેડ લહેંગો પહેર્યો અને જયદીપ શેરવાનીમાં જોવા મળી રહ્યો છે.

પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ અને ડો. જયદિપ ચૌહાણ લગ્નનાં તાંતણે બંધાયા છે. કૈરવીના મધુર સૂરો અને જયદીપની સેવાભાવી પ્રકૃતિનું આ મિલન હવે એક તાંતણે બંધાયું છે. કૈરવી અમદાવાદમાં રહે છે અને તે સિંગરની સાથે સાથે ડેન્ટિસ્ટ પણ છે.

લોકપ્રિય સિંગર કૈરવી બુચ અમદાવાદના એમડી પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયલિસ્ટ ડો. જયદિપ ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાઇ છે. બંનેની તસવીરો સોશિયલ મિડિયા પર સામે આવી છે. રાજકોટ જયદિપનું હોમટાઉન એટલે કે વતન છે. જયદીપનું મૂળ વતન રાજકોટ છે પરંતુ તે હાલમાં અમદાવાદમાં છે.

ગુજરાતી સિંગર કૈરવી બૂચે અમદાવાદના એમડી પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયાલિસ્ટ ડો. જયદીપ ચૌહાણ સાથે 14 ડિસેમ્બરના પ્રભુતામાં પગલાં માંડ્યા છે. મળતી માહિતી મુજબ કૈરવી અને જયદીપના લગ્ન રાજકોટની હેરિટેજ હોટલમાં થયા. લગ્ન બાદ કૈરવીએ સોશિયલ મિડિયા પર તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરોમાંથી એક તસવીરમાં કૈરવી અને જયદીપ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. કૈરવીએ લગ્નમાં રેડ લહેંગો પહેર્યો હતો અને જયદીપ શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં જયદીપ કૈરવીને મંગળસૂત્ર પહેરાવતા જોવા મળે છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

કૈરવીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, અમારી સગાઇ લગભગ છ મહિના પહેલા થઇ હતી. પરંતુ તેને અમે પ્રાઇવેટ રાખવાનું નક્કી કર્યુ હતું. કૈરવી અને જયદીપના લગ્નની પહેલા પરંપરાગત રસમો પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મનોરંજન / આ વર-કન્યાએ તો ભારે કરી! ક્યારેય જોઇ છે દુલ્હનની આવી વિદાય? Video જોઇ હસવું નહીં રોકી

કેવી રીતે થઇ મુલાકાત

જયદીપ અને કૈરવી કેવી રીતે મળ્યા તે વિશે વાત કરતાં એક મિડિયા ઇન્ટરવ્યુમાં કૈરવીએ જણાવ્યુ હતુ કે “જયદીપ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કામ કરતો હતો, તે પહેલા ત્યાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનનો પ્રમુખ હતો. મારે ત્યાં એક શો હતો અને તે તેનું આયોજન કરી રહ્યો હતો. આ રીતે અમે પહેલી વાર મળ્યા અને પછી અમે બહાર મળવા લાગ્યા.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Wedding Kairavi Buch Marriage Kairavi Weds
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ