બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / આ વર-કન્યાએ તો ભારે કરી! ક્યારેય જોઇ છે દુલ્હનની આવી વિદાય? Video જોઇ હસવું નહીં રોકી શકો
Last Updated: 02:00 PM, 16 December 2024
આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા ક્યારેક જાનવરો સાથે તો ક્યારેક સમજ્યા વિચાર્યા વગર માત્ર ફોલોવર્સ વધારવા માટે બાળકો અને વડીલોને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દેતા હોય છે.
ADVERTISEMENT
વાયરલ વિડીયો
રોજ સોશિયલ મીડિયા પર અતરંગી વિડીયો વાયરલ થાય છે જેમાં કોઈ અજગરને ચૂમવા જય છે તો કોઈ ટ્રેનમાં તો કોઈ જાહેર જગ્યાએ કઢંગા કપડાં પહરીને નાચતા નજર પડે છે. તો વળી કોઈ વાયરલ થવાની લ્હાયમાં જીવ પણ કોઈ બેસે છે.
ADVERTISEMENT
લગ્ન કે મજાક?
થોડા મહિનાઓ પહેલા જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ ફોલોવર્સ વધારવા માટે પોતાની લગ્નવિધિથી લઈને છેક ખાનગી બેડરૂમ સુધીના ફોટો પોસ્ટ કરતો જોવા મળ્યો હતો, તો હાલમાં પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નવ પરણિત વરરાજા તેની દુલ્હનને હાથલારીમાં લઈને ચાર રસ્તા પર ફરી રહ્યો છે. તમે આ વાયરલ વિડીયો જોયો કે નહીં?
ADVERTISEMENT
અત્યારે તો લગ્ન થાય કે સર્કસ કઈ ખબર નહિ પડતી pic.twitter.com/MsvldhKXWd
— Divu Ahir (@Divuahirr) December 14, 2024
વધુ વાંચો: ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા પૂરીએ Insta પર શેર કરી મનમોહક તસવીરો, Photos જોઇ ફીદા થઇ જશો
ADVERTISEMENT

"અલ્યા આ શું પાછું નવું આવ્યું"
ADVERTISEMENT
આ વિડીયો એક (x) ટ્વિટર યુઝર @Divuahirr એ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે " અત્યારે તો લગ્ન થાય કે સર્કસ કઈ ખબર નહીં પડતી" આ વિડીયો પર લોકોએ અતરંગી કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે, "સર્કસ મા ડાકલા હોય છે તેવી રીતે લગ્નજીવનમાં વરરાજો છેલ્લે દાખલો બને છે" તો અન્ય એક યુઝરે લખ્યું છે,"વેચવા તો નહીં નીકળ્યો ને આ 😂", અન્ય કમેન્ટ છે, "માજા મૂકી છે હવે… શાક વેચવાનું બંધ કરી???" આ વિડીયો અમદાવાદનો છે જ્યાં વરરાજા તેની દુલ્હનને હાથલારી પર અમદાવાદ બતાવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.