બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Fake Medicines: Are you buying fake medicine somewhere? Check like this

કામની વાત / Fake Medicines: જો-જો ક્યાંક તમે તો નથી ખરીદી રહ્યાં ને નકલી મેડિસિન? આ રીતે કરો ચેક

Megha

Last Updated: 10:42 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દવાઓ આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં ઘણા મેડિકલ સ્ટોર્સમાં અસલી દવાઓના નામે લોકોને નકલી દવાઓ વેચવામાં આવે છે.

કોઈપણ સામાન્ય કે ગંભીર બીમારીના કિસ્સામાં દવાઓ આપણને સ્વસ્થ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. જાણીતું જ છે કે વિવિધ રોગોની સારવારમાં દવાઓ ખૂબ જ ઉપયોગી છે અને આ સિવાય એવી પણ ઘણી દવાઓ છે જે આપણને રોગોના પ્રકોપથી બચાવવાનું કામ કરે છે. 

Tag | Page 209 | VTV Gujarati

ટૂંકમાં દવાઓ આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં ઘણા મેડિકલ સ્ટોર્સમાં અસલી દવાઓના નામે લોકોને નકલી દવાઓ વેચવામાં આવે છે. આ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો આ નકલી દવાઓનું સેવન કરે છે અને આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. 

એવામાં આજે અમે તમને કેટલીક ખાસ રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે અસલી અને નકલી દવાઓની ઓળખ કરી શકો છો.  

Tag | VTV Gujarati

તમે દવાઓના પેકેજિંગને જોઈને તે અસલી છે કે નકલી એ વિશે જાણી શકો છો. જો નકલી દવાઓ વિશે વાત કરીએ તો તેમનું પેકેજિંગ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. આ સિવાય નકલી દવાઓના પેકેજિંગ પર સંબંધિત દવા વિશે સ્પષ્ટ માહિતી લખવામાં આવતી નથી. તેનાથી વિપરિત, અસલી દવાઓ યોગ્ય રીતે પેક કરવામાં આવે છે અને દવા વિશેની દરેક માહિતી તેના પર સ્પષ્ટપણે ઉલ્લેખિત હોય છે.  

વધુ વાંચો: રાત્રે વહેલું ખાવાથી થતાં અઢળક ફાયદા, વજનથી લઈ કબજિયાતમાં થશે ઘટાડો, 5 જાદુઇ લાભો

આ સાથે જ આજકાલ ઘણી દવાઓ પર QR કોડ પણ બનાવવામાં આવી રહ્યા છે. આ QR કોડ સ્કેન કરીને તમે દવા વિશેની દરેક માહિતી સરળતાથી જાણી શકો છો. સાથે જ જ્યારે પણ તમે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદો. ત્યાર બાદ તે દવા તમારા ડોક્ટરને ચોક્કસ બતાવો. તમારા ડૉક્ટર સરળતાથી કહી દેશે કે દવા અસલી છે કે નકલી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ