બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of having early dinner raat ko jaldi khana khane ke fayde
Last Updated: 10:42 PM, 10 March 2024
વડીલો હોય કે ડોક્ટર દરેક જણ રાત્રે વહેલા જમવાનું કહેતા હોય છે. તમે અવારનવાર સાંભળ્યું હશે કે મોડા જમવાથી બરાબર પચતું નથી અને ન તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આવો અમે તમને જણાવીએ કે, રાત્રિ ભોજનનો યોગ્ય સમય કયો અને વહેલા ભોજન લેવાથી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો થાય છે
ADVERTISEMENT

ઊંઘ સારી આવે
રાત્રે સમયસર ખોરાક ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. જેનાથી તમને ઊંઘવાનો પૂરતો સમય પણ મળે છે. જેથી તમે બીજા દિવસે તાજગી અનુભવી શકો.
ADVERTISEMENT
પાચનક્રિયા સારી થાય છે
વહેલું રાત્રિભોજન કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. આ એક એવી સારી આદત છે જે તમારી પાચનક્રિયાને સુધારે છે. જેના કારણે ફેટ અને કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળતી નથી.
2 કલાકનો સમયગાળો
જમવા અને ઉંઘવા વચ્ચેના સમયમાં 2 કલાકનો ગેપ હોવા જરૂરી છે. જમીને તરત જ ઉઘવાથી ખોરાક સારી રીતે પાચન થતો નથી, તેમજ ન તો સારી ઊંઘ આવે. રાત્રે મોડા ભોજન કરનારા લોકોને એસિડિટી અને પેટ દર્દની તકલીફ વધુ હોય છે. આ બીમારીથી બચવા માટે રાત્રે ટાઈમસર ભોજન લેવું જોઈએ.
ADVERTISEMENT

વજન જળવાઈ રહે
જો તમે 10 કે 11 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ છો, તો તમારે ચોક્કસપણે 8 કે 9 વાગ્યા સુધીમાં ડિનર કરવું જોઈએ. આ પછી તમે વોક કરી શકો છો. જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. અમે તમને જણાવી દઈએ કે, રાત્રિનું ભોજન વહેલું ખાવાથી ખોરાકના પાચનમાં પણ મદદ મળે છે. આ તમારા પેટને મોટા થવાથી પણ રોકી શકે છે.
ADVERTISEMENT
ડાયાબિટીસનું જોખમ ઘટાડે
જ્યારે શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે સૂવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા ખોરાક લેવો જોઈએ. આ તમારા શરીરને ખોરાકને ગ્લુકોઝમાં પરિવર્તિત કરવાની અને ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.