બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફેક GST નોટિસથી બચીને રહેજો! CBICએ કર્યું સ્પષ્ટીકરણ, જુઓ શું કહ્યું
Last Updated: 02:35 PM, 10 January 2026
દેશમાં દરરોજ સેકડો સાયબર ફ્રોડના કેસ સામે આવે છે. આ ઠગ લોકોના ચક્કરમાં આવીને લોકો પૈસા અને કોણ જાણે કઈ કઈ કિંમતી વસ્તુઓ ખોઈ દે છે. જો કે આ પ્રકારના ગુના પર લગામ લગાવવા માટે સરકાર અને પ્રશાસન તરફથી ઘણા કામ કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં હવે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર સીમા શુલ્ક બોર્ડ (CBIC)એ લોકોને જીએસટી નોટિસ સામે એલર્ટ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
CBICએ શુક્રવારે કંપનીઓને મોકલવામાં આવતી ખોટી જીએસટી નોટિસને લઈને એલર્ટ આપ્યું છે. આ સાથે ટેક્સ ભરતા લોકોને આવી છેતરપિંડીના કેસમાં તરત સૂચના આપવા માટે કહ્યું છે.

ADVERTISEMENT
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર સીમા શુલ્ક બોર્ડ CBICએ એલર્ટ જાહેર કર્યું છે. ખાનગી કંપની અને બિઝનેસને મોકલવામાં આવતી જીએસટી નોટિસ માટે ચેતવ્યા છે.જીએસટી ટેક્સપેયર્સે આવા છેતરપિંડીના કેસમાં તાત્કાલિક જણાવવા કહ્યું છે. ખોટી નોટિસ ઓનલાઈન કે ફિજીકલ મોકલી રહ્યા છે અને નકલી જીએસટી અધિકારી કોલ પણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
CBIC એ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓ ઓફિશીયલ GST ડોક્યુમેન્ટની નકલ કરીને નકલી સમન્સ મોકલી રહ્યા છે. આ દસ્તાવેજોને અસલી બતાવવા માટે તેઓ સેન્ટ્રલ GST કર્મચારીઓ અને નકલી DIN નંબરોનો ઉપયોગ કરી રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 54 વર્ષીય વ્યક્તિને WhatsAppમાં આવી RTO ચલણની ફાઇલ, ક્લિક કરતા જ એકાઉન્ટમાંથી 3.6 લાખ ગાયબ
ADVERTISEMENT
બોર્ડે કરદાતાઓને સલાહ આપી છે કે તેઓ CBSE પોર્ટલની મુલાકાત પર જઈને વિભાગ તરફથી મળેલા દરેક મેસેજ કે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવેલા ઓળખ નંબરને ચેક કરો.બોર્ડે જણાવ્યું હતું કે જો સૂચના સાચી હોય તો તેની ચકાસણી કરવામાં આવશે અને જો તે ન હોય તો તેઓએ તાત્કાલિક તેની જાણ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.