બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Facebook shakes, millions of followers suddenly drop, Mark Zuckerberg gets hurt

ઝટકો / ફેસબુકનો ઝટકો, અચાનક ઘટી ગયા લાખો ફોલોર્સ, માર્ક ઝુકરબર્ગેને થયો નુકસાન

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:03 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુક પર લોકોને આચાનક લાખોની સંખ્યમાં ફોલોર્સ ઘટ્યા, ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગેના 11.9 કરોડ તોતિંગ ફોલાર્સો થયા ગાયબ

  • ફેસબુકમાં યુઝર્સના ફોલોર્સ અચાનક ઘટ્યા
  • મેટા પ્રવક્તા કહ્યું અસુવિધા બદલ અમે દિલગીરી છીએ
  • માર્ક ઝુકરબર્ગેને કરોડો ફોલોર્સનું થયું નુકસાન

                 મેટા સંચાલિત ફેસબુક પર વપરાશકર્તાઓને અચાનક ફોલોર્સ ઘટી ગયા છે. ફેસબુક પર લોકોને ફોલોર્સો લાખોની સંખ્યામાં ઘટ્યા છે. જે દુવિધાનો કારણ અજી સુધી અકબંધ છે. જે સંબંધિત કેટલાક લોકોએ અરજી પણ કરી છે. ફેસબુકના માલિકને માર્ક ઝુકરબર્ગેને 11.9 કોરડથી વધુના ફોલોર્સ ખોઈ દીધા છે. જેમા તેમના ફોલોર્સની સંખ્યામાં 10,000થી ઓછા થઈ ગઈ છે.

તસલીમા નસરીને કરી ટ્વીટ
બાંગ્લાદેશની લેખિકા તસલીમા નસરીનને ટ્વીટ કર્યું છે કે, ફેસબુકે એક સુનામી ઉભી કરી છે જેમાં મારા નવ લાખ ફોલોર્સ ગાયબ થઈ ગયા છે અને હવે ફક્ત 9,000 રહ્યા છે. તેણે વધુમાં લખ્યું હતું કે, મને ફેસબુકની કૉમેડી પસંદ છે. મેટાના પ્રવક્તાને આ બાબતે સંપર્ક કરતા તેણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે કેટલાક લોકોના પ્રોફાઈલ પર ફોલોર્સની સંખ્યામાં ઘટાડો થયો છે, અમે આ બાબતને તુરંત સામાન્ય બનાવવા કામ કરી રહ્યા છીએ તેમજ અસુવિધા માટે અમે દિલગીરી છીએ.

ફેક એકાઉન્ટ દૂર કરાઈ રહ્યા છે?
કેટલાક લોકોનું માનવું છે કે ફેક એકાઉન્ટ દૂર કરવામાં આવી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે, ફેક યુજર્સોની સંખ્યામાં ઘણી વધી ગઈ હતી જે અનુસંધાને આ બધુ થયું છે. ટેકનિકલ એકસપર્ટોનું માનવું છે કે ફેક યુજર્સ દૂર કરાઈ રહ્યું ત્યાર બાદ બધુ જ સામન્ય થઈ જશે. પરંતું આ બાબતે પ્રકાશ પાડતા એ પણ પ્રશ્ન ઉદભવે છે કે, ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગેના પણ ફોલોર્સ ઘટી ગયા છે તો તે પણ ફેક હતા ?

ટ્વીટરના યુઝર્સોને આવો અનુભવ થઈ ચૂક્યો છે
ફેસબુકના યુઝર્સો સાથે જે ઘટના ઘટી છે તેવી જ ટ્વીટરના યુજર્સો સાથે પણ થઈ ચૂકી છે. આ બાબતે ટ્વીટર કહ્યું કે, સમયાંતરે અને બોટ અને સ્પૈમ એકાઉન્ટને પણ તે દૂર કરતું રહે છે અને જેના કારણે એવું થયું હોય. ફેસબુકમાં ફોલોર્સો કેમ ઘટ્યા તેને લઈ સાચુ કારણ અજી સુધી જાણી શકાયું નથી.

રશિયાએ મેટાને આતંકવાદી સંગઠનોની યાદીમાં કર્યું સામેલ
રશિયાએ મંગળવારે મેટા (ફેસબુક)ને આતંકીઓની યાદીમાં ધકેલ્યો છે. રશિયા અને યૂક્રેન યુદ્ધ દરમિયાન વધતા તણાવની સાથે રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે. રશિયાની નજરમાં ફેસબુક આંતવાદી પ્રવૃત્તિને વેગ આપવાવાળી સંસ્થા સાથે સરખાવી છે.  જોકે રશિયાએ માર્ચ મહિનામાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો હતો. રશિયાએ અત્યારે ફેસબુકને આતંકી સંગઠનની યાદીમાં ઉમેરી દીધો છે. તમને જણાવી દઈએ કે મેટા (META) ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની જ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Facebook news Followers decreased Mark Zuckerberg Tweak facebook ફેસબુક ફેસબુક યુઝર્સ ફોલોર્સ માર્ક ઝુકરબર્ગે Tweak

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ