ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Facebook યુઝર્સ માટે મોટો ફેરફાર, App ખોલતાં જ હવે News Feedને બદલે ફુલ-સ્ક્રીન વીડિયો દેખાશે
7 ફોટો ગેલેરી
Last Updated: 01:18 PM, 7 October 2026
1/7
Facebook યુઝર્સ માટે આવનારા સમયમાં એપનો અનુભવ બદલાઈ શકે છે. Meta કેટલાક પસંદગીના યુઝર્સ માટે એપ ખોલતાં જ News Feedને બદલે સીધો ફુલ-સ્ક્રીન વીડિયો બતાવવાની નવી વ્યવસ્થાનું ટેસ્ટિંગ કરવાની તૈયારી કરી રહ્યું છે.આ ફેરફાર સાથે જૂની Feed બંધ નહીં થાય પરંતુ અલગ ટેબમાં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત Marketplace પર વેચાણ કરતા લોકો માટે AI ટૂલ્સથી સજ્જ અલગ Seller App પણ ટેસ્ટ કરવામાં આવશે.
2/7
Facebook હવે વીડિયો પર વધુ ફોકસ કરવાની તૈયારીમાં છે. નવા ટેસ્ટમાં સામેલ કેટલાક યુઝર્સ જ્યારે એપ ખોલશે ત્યારે તેમને સૌથી પહેલા ફુલ-સ્ક્રીન વીડિયો જોવા મળી શકે છે. એટલે અત્યાર સુધી એપ ખોલ્યા બાદ જે રીતે સીધી News Feed દેખાતી હતી તેમાં ફેરફાર થઈ શકે છે.આ નવી વ્યવસ્થા શરૂઆતમાં તમામ યુઝર્સ માટે લાગુ કરવામાં આવશે નહીં. મર્યાદિત સંખ્યામાં યુઝર્સ સાથે ટેસ્ટ શરૂ કરવામાં આવશે અને તેના પરિણામના આધારે આગળનો નિર્ણય લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT
3/7
Facebookના આ નવા વીડિયો અનુભવનો અર્થ એ નથી કે હાલનો News Feed સંપૂર્ણપણે દૂર થઈ જશે. Classic Feed પોતાની જગ્યાએ રહેશે અને તેને અલગ ટેબ મારફતે જોઈ શકાશે.એટલે ટેસ્ટમાં સામેલ યુઝર્સને વીડિયો અને જૂના Feed વચ્ચે પસંદગી કરવાની સુવિધા મળી શકે છે. જે લોકોને સામાન્ય પોસ્ટ, ફોટા અને અન્ય અપડેટ્સ જોવાની આદત છે તેઓ અલગ ટેબમાંથી જૂના Feed સુધી પહોંચી શકશે.
4/7
Facebook પર વીડિયોનું મહત્વ સતત વધી રહ્યું છે. હવે લોકો માત્ર વીડિયો જોવા માટે જ તેનો ઉપયોગ કરતા નથી પરંતુ વીડિયો મારફતે અન્ય લોકો સાથે વાતચીત પણ કરે છે અને અલગ અલગ કમ્યુનિટી સાથે જોડાય છે.વીડિયો મારફતે પ્રોડક્ટ્સની માહિતી મેળવવા અને ખરીદી કરવાની પ્રવૃત્તિ પણ વધી રહી છે. આ કારણે Meta Facebookના અનુભવને વધુ વીડિયો આધારિત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
5/7
આ નવા વીડિયો અનુભવનું ટેસ્ટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. શરૂઆતમાં મર્યાદિત સંખ્યામાં યુઝર્સને આ નવી સુવિધા આપવામાં આવશે.Facebookના આ નવા અનુભવમાં એપ ઓપન થતાં જ યુઝરને ફુલ-સ્ક્રીન વીડિયો જોવા મળશે. ત્યારબાદ યુઝર પોતાની પસંદગી પ્રમાણે વીડિયો જોવાનું ચાલુ રાખી શકશે અથવા અલગ ટેબમાં જઈને સામાન્ય Feed જોઈ શકશે.
6/7
Facebook Marketplaceને શરૂ થયાને 10 વર્ષ પૂર્ણ થયા છે. Marketplaceની શરૂઆત પાછળ Facebook Groupsમાં લોકો દ્વારા સામાન ખરીદવા અને વેચવાની પ્રવૃત્તિ પણ એક કારણ રહી હતી.હવે Meta Marketplaceને વધુ સરળ અને ઉપયોગી બનાવવા માટે નવા ફેરફારો કરી રહ્યું છે. ખાસ કરીને નિયમિત રીતે સામાન વેચતા લોકો માટે અલગ સાધનો ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.
ADVERTISEMENT
7/7
Marketplace પર સામાન વેચતા લોકો માટે Meta એક અલગ Seller Appનું પણ ટેસ્ટિંગ કરશે. આ એપમાં વેચાણ સાથે જોડાયેલા અનેક કામ એક જ જગ્યાએ મેનેજ કરી શકાશે.આ એપમાં AIની મદદથી પ્રોડક્ટની લિસ્ટિંગ તૈયાર કરવાની સુવિધા મળી શકે છે. આ ઉપરાંત Unified Inbox, Inventory Management અને વેચાણની Performance Insights જેવા ટૂલ્સ પણ આપવામાં આવશે. Seller App Facebook સાથે જોડાયેલું રહેશે જેથી વેચનાર Marketplaceના ખરીદદારો અને પોતાની કમ્યુનિટી સાથે જોડાયેલા રહી શકે.આ રીતે Facebook એક તરફ યુઝર્સ માટે વીડિયો-ફર્સ્ટ અનુભવ લાવવાની તૈયારીમાં છે તો બીજી તરફ Marketplaceના સેલર્સ માટે AI આધારિત નવા ટૂલ્સ ઉમેરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
October Panchak 2026 / ઓક્ટોબરમાં 4 દિવસ 12 કલાક પંચક રહેશે, આ શુભ અને મહત્વના કામો કરવાનું ટાળવું જોઈએ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?