ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Exercise to launch Ghogha-Pipawav-Mumbai ferry service
Last Updated: 02:32 PM, 11 April 2024
ADVERTISEMENT
Sagarmala Project : ઘોઘા-પીપાવાવ-મુંબઈ ફેરી સર્વિસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ફેરી સર્વિસ શરૂ થશે. જે અંતર્ગત ઘોઘા-પીપાવાવ-મુંબઈ સુધીની ફેરી સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. જેને લઈ મુંબઈ સુધીની ફેરીનું સર્વેક્ષણ કરાયું છે. મહત્વનું છે કે, જળમાર્ગે ફેરી શરૂ થાય તો મુંબઈ 14 કલાકને બદલે 7 કલાકમાં પહોંચી શકાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ફેરી સર્વિસ શરૂ કરવા હિલચાલ શરૂ થતા સૌરાષ્ટ્ર અને મુંબઈનુ અંતર ઘટશે. વિગતો મુજબ ઘોઘા-પીપાવાવ-મુંબઈ જળમાર્ગે ફેરી શરૂ કરવા હિલચાલ શરૂ થઈ છે. પીપાવાવથી મુંબઈનુ સડકમાર્ગનુ 14 કલાકનુ અંતર દરિયાઈ માર્ગે 7 કલાકનુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ અને ઘોઘામાં ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ થયા બાદ પીપાવાવમાં માળખાકીય સુવિધા ઉભી કરાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ