બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / EVM are not wrong this is why BJP wins Congress MLAs statement ahead of elections

બનાસકાંઠા / EVM ખોટા નથી, આ કારણે જીતી જાય છે ભાજપ: ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્યનું સૂચક નિવેદન

Kishor

Last Updated: 05:47 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ નિવેદન આપી જણાવ્યું હતું કે EVM ખોટા નથી પરંતુ કેટલાક લોકો ચૂંટણી સમયે ફુટી જતાં હોવાથી ભાજપ જીતી જાય છે.

  • દિયોદરના ધારાસભ્ય શિવા ભુરીયાનુ નિવેદન
  • ભાજપની આ વખતે માત્ર 50 બેઠકો જ આવશે : શિવા ભુરીયા
  • EVM ખોટા નથી કેટલાક લોકો ફુટી જાય છે એટલે ભાજપ જીતે છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની ઘડીઑ ગણાઈ રહી છે. જેને લઇને તમામ પક્ષોના નેતાઑ-કાર્યકરો મતદારોને રિઝવવા અને પોતાની વાતને લોકઑ સુધી પહોંચાડવામાં લાગી ગયા છે. તેવામાં ચૂંટણી પહેલા એક જાહેરસભા દરમિયાન બનાસકાંઠાના દિયોદરના ધારાસભ્ય શિવા ભુરીયાનુ નિવેદન સામે આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીને લઇ તેમણે સૂચક નિવેદન આપતા ચર્ચા જાગી છે.


 
ભાજપે ખોટા વાયદા કરી સત્તા મેળવી છે: શિવા ભુરીયા
દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ જણાવ્યું હતું કે,  આગામી ચૂંટણીમાં ભાજપની માત્ર 50 બેઠકો જ આવશે.  એટલું જ નહિ ભાજપે ખોટા વાયદા કરી અને લોકને ભોળવી સત્તા મેળવી લીધી હોવાનો પણ શિવા ભુરીયાએ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના જ નેતાઑ EVM માં સેટિંગ થતાં હોવાના આરોપો લગાવે છે. ત્યારે આ મામલે શિવા ભુરીયાએ ઉમેર્યું હતું કે EVM ખોટા નથી હોતા પણ ચૂંટણી ટાણે કેટલાક લોકો ફુટી જાય છે અને કમળના નિશાન પર વોટ આપતા હોવાથી ભાજપ જીતે છે. તેમ જણાવ્યું હતું.

EVM ખોટા નથી કેટલાક લોકો ફુટી જાય છે
કોંગી ધારાસભ્ય શિવા ભુરીયાએ હુંકાર કરતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં માત્ર દિયોદર સીટ પર  જ કોંગ્રેસને નથી જિતાડવાની પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો જબરદસ્ત વિજય કરાવવાનો છે જે નેમ સાથે તમામ લોકો કામે લાગી જાય! ઉલ્લેખનિય છે કે EVM ખોટા ન હોવા અંગે કોંગ્રેસી ધારાસભ્ય શિવા ભુરીયાએ લગભગ ચાર માસ પહેલા પણ નિવેદન આપ્યું હતું. જેને લઇને પણ તે ચર્ચામાં આવ્યા હતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ