બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Every day there is a scandal, why is Bhai Bhajiya kem bhave ..' Gujarati Bhavan chairman suspended for writing poetry on Saurash

રાજકોટ / 'રોજરોજ કૌભાંડ જ આવે છે બોલ ભાઈ ભજીયા કેમ ભાવે છે..' સૌરાષ્ટ્ર યુનિ.ના વિવાદો અંગે કવિતા લખતા ગુજરાતી ભવનના અધ્યક્ષ સસ્પેન્ડ

Vishal Khamar

Last Updated: 08:45 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ગુજરાતી ભવનાં અધ્યક્ષને યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કવિતા લખ્યા બાત તેઓને કારણ દર્શક નોટીસ આપવામાં આવી હતી. જે બાદ તેઓની સામે ખાતાકીય તપાસ પણ સોંપાઈ હતી.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ગુજરાતી ભવનનાં અધ્યક્ષને કરાયા સસ્પેન્ડ
  • મનોજ જોષીએ યુનિવર્સિટીનાં વિવાદો અંગે લખી હતી કવિતા
  • યુનિવર્સિટીએ તાત્કાલિક સસ્પેન્ડ કરી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. યુનિવર્સિટીનાં કૌભાંડો વિશે યુનિવર્સિટીનાં ગુજરાતી ભવનનાં પ્રોફેસર દ્વારા એક વિવાદિત કવિતા લખવામાં આવી હતી.  જેમાં તેઓએ યુનિવર્સિટીનાં કૌભાંડોને એક કવિતા રૂપે વર્ણવ્યા હતા. જે મામલે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ યુનિ. કેમ્પસ પર પ્રતિબંધ જાહેર કરવામાં કરવામાં આવ્યો છે. તેમજ વધુમાં યુનિવર્સિટી દ્વારા મનોજ જોષી વિરૂદ્ધ ખાતાકીય તપાસ સોંપાઈ હતી. 

મનોજ જોષી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના અધ્યક્ષ)

ગણિત શાસ્ત્ર ભવનનાં વડા સામે પણ ફરિયાદ નોંધાઈ છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક, કૌભાંડોને લઈને અનેકવાર ચર્ચામાં રહી છે. ત્યારે હાલમાં બહુચર્ચિત આત્મીય યુનિવર્સિટી સંકુલનાં 33 કરોડનાં છેતરપીંડી કેસમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ગણિત શાસ્ત્ર ભવનનાં વડા ર્ડા. સમીર વૈધ સામે પણ ફરિયાદ નોંધાઈ છે.  ત્યારે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ગુજરાતી ભવનનાં વડાએ કોઈ પણ વ્યક્તિનાં નામનો ઉલ્લેખ કર્યા વગર એક કવિતા લખી હતી.

 

ગુજરાતી ભવનના વડાએ લખેલી કવિતા

રોજરોજ કૌભાંડ જ આવે,

બોલ ભાઈ ભજીયા શેં ભાવે,

કોઈ ફસાયા કેસ મહી તો કોઈ થયા સસ્પેન્ડ,

થયા એટલા કાંડ કે જેનો આવે ના ધી એન્ડ,

રાજ્યસભાના સભ્ય થયા નારાજ, કરી ફરિયાદ

ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ,

સમીર એટલે હવા અને એ ઉડી ગયો પરદેશ,

કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ,

ફક્ત નામનો, નથી કામનો ખૂબ કર્યું નુકસાન,

કયા શુકનમાં ચાર્જ લીધો તે ચાલુ થઇ ગઈ પડતી,

એની નબળી નીતિ અને પટલાઇ સૌને નડતી,

બંધ કરાવી કોલેજો એ નાઘેડી કે ધારી,

શિક્ષણની કરી દુર્દશા કરતો ભૂંડી કારી,

સૌને નડતો, પગમાં પડતો પોતે એક પનોતી,

હવે અમારી સંસ્થા ઉદ્ધારકની વાટુ જોતી,

મીડિયા, જનતા, છાત્ર આપતા શાપ , શરમ ના આવે?

બધાં મોરચે થયો વિફળ ને તો પણ ભજીયા ભાવે ?

ગુજરાતી ભવનનાં અધ્યક્ષ મનોજ જોષીને સસ્પેન્ડ કરાયા

ગુજરાતી ભવનનાં વડા પ્રો. મનોજ જોષી દ્વારા લખેલ કવિતાએ મોટો વિવાદ સર્જ્યો છે.  ત્યારે કવિતા લખવા બદલ મનોજ જોષીને નોટીસ પાઠવવામાં આવી હતી.  ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતી ભવનનાં અધ્યક્ષ મનોજ જોષીને સસ્પેન્ડ કરાયા છે. મનોજ જોષીએ યુનિવર્સિટીનાં વિવાદો અંગે કવિતા લખી હતી. ત્યારે કવિતા લખ્યા બાદ કુલપતિએ કારણદર્શક નોટીસ પાઠવી હતી.  તેમજ મનોજ જોષી વિરૂદ્ધ ખાતાકીય તપાસ સોંપાઈ હતી. તેમજ યુનિવર્સિટીએ તાત્કાલિક મનોજ જોષીને સસ્પેન્ડ કરી યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ