બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારત અને બાંગ્લાદેશમાં બે દિવસ અગાઉ તબાહી મચાવનાર વાવાઝોડું અમ્ફાનના કારણે થયેલા નુકસાનની ભરપાઇ માટે યૂરોપિયન યૂનિયને મદદ કરવાની જાહેરાત કરી છે. EUએ શુક્રવારે જાહેરાત કરતા કહ્યું કે ભારતને અમ્ફાન ચક્રવાતથી થયેલા નુકસાન માટે એમના તરફથી 5 લાખ યૂરોની મદદ કરવામાં આવશે. આપદા પ્રબંધનના EU કમિશ્નર જનેજ લેનારસીએ એવી જાહેરાત કરી છે. જનેજાએ કહ્યું કે આ તોફાન એવા સમયે આવ્યું છે જ્યારે કોરોના વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ ખૂબ જરૂરી છે. આ એક આપત્તિની ઉપર બીજી આપત્તિ છે.
એક નિવેદનમાં એમને કહ્યું, 'પૂર્વ ભારતના કલકત્તામાં દક્ષિણી પશ્ચિમ કિનારા પર આવેલા વાવાઝોડા અમ્ફાનના કારણે ઘણા બધા લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે. આ હવે બાંગ્લાદેશમાં ઉત્તર પૂર્વ તરફથી તબાહી અને પૂર ફેલાવતા જઇ રહ્યું છે.' એમને કહ્યું કે, 'મારી સાંત્વના એ તમામ બહાદુર લોકો સાથે છે જે અમ્ફાનથી પ્રભાવિત થયા છે, ખાસકરીને એ લોકો જેમને પોતાના ગુમાવી દીધા છે. મને ભારત અને બાંગ્લાદેશમાં થયેલા મોત અને તોફાની હવાઓ, પૂર, ભૂસ્ખલનના કારણે થયેલા નુકસાન માટે જાણીને ખૂબ દુખ થયું છે.'
ADVERTISEMENT
જણાવી દઇએ કે વાવાઝોડા 'અમ્ફાન'એ પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા સહિત રાજ્યના અડધા ડઝન જિલ્લામાં તબાહીના દ્રશ્ય જોવા મળ્યા છે, જ્યાં ઘણી બસો અને ટેક્સી એકબીજા સાથે ટકરાઇ ગઇ. દેશના અન્ય રાજ્યોની જેમ પશ્ચિમ બંગાળ પણ કોરાના વાયરસ મહામારીથી નિપટવામાં લાગેલા છે, પરંતુ 190 કિમી પ્રતિ કલાકની ઝડપથી આવેલા ચક્રવાતી તોફાને ઘણા બધા જીલ્લાને નુકસાન પહોંચાડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.