બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / Epidemic threat now after devastating storms wreak havoc: Health department on alert mode

બિપોરજોયની અસર / વિનાશક વાવાઝોડાએ મચાવેલી ભારે તબાહી બાદ હવે રોગચાળાનું જોખમઃ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર

Vishal Khamar

Last Updated: 10:41 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ રોગચાળો ન ફાટી નીકળે તે માટે સાવચેતીનાં ભાગરૂપે ઘરે ઘરે સર્વે શરૂ કરી દીધો છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમોએ લોકો બિમારીમાં ન સપડાય તે માટે આરોગ્ય ચકાસણી પણ શરૂ કરી દીધી છે.

  • વિનાશક વાવાઝોડાએ મચાવેલી ભારે તબાહી બાદ હવે રોગચાળાનું જોખમ
  • એડ્વાન્સ પ્લાનિંગના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમો કચ્છ પહોંચી 
  • આરોગ્ય વિભાગની ટીમ શેલ્ટર હોમ અને ઘરે-ઘરે સર્વેની કામગીરી

બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યો છે. હજુ પણ વરસાદ વિઘ્ન બનીને મુશળધાર પડી રહ્યો છે ત્યારે જાનમાલની ખુવારી, રસ્તાઓનાં ધોવાણ,વીજ પુરવઠો ખોરવાવો સહિતના અનેક પડકારો સરકાર સામે છે. આ બધી કામગીરી હાલમાં સતત ચાલુ છે ત્યારે લોકોનું આરોગ્ય એ પણ સરકાર માટે મોટી જવાબદારી કે પડકાર બની રહેશે. વાવાઝોડા બાદ   જામેલા વરસાદી વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસ વધવાની શરૂઆત થઇ ગઇ છે. ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ રહ્યાં છે. વરસાદી પાણીમાં મચ્છરની ઉત્પત્તિ થવાની શરૂઆત થઇ ગઇ છે. કમળો, ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો વધવાની આશંકા છે ત્યારે એડ્વાન્સ પ્લાનિંગના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમો કચ્છ પહોંચી ગઇ છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગ સાથે મિટિંગ કરીને ત્વરિત ધોરણે લોકો બીમારીમાં ન સપડાય તેના માટે તાત્કાલિક આરોગ્ય ચકાસણી અને દવાઓનો પૂરતો જથ્થો રવાના કરવાની તાકીદ કરી છે. 

આરોગ્યની ચિંતાને લઇ તંત્ર એલર્ટ મોડ પર
વાવાઝોડા અને વરસાદના કારણે લોકોને પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળા કે ઝાડા-ઊલટીના કેસોનું પ્રમાણ વધી શકે છે, માટે સરકારે અત્યાર સુધી તમામ ક્ષેત્રે સમયસર સુવિધા આપીને લોકોના જીવ બચાવ્યા છે. હવે તેમના આરોગ્યની ચિંતાને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. પ૦ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે ત્યારે સતત વરસાદ અને વાદળછાયું વાતાવરણ લોકોમાં બીમારીનું પ્રમાણ વધારી શકે છે. આથી હવે આરોગ્ય વિભાગ સ્ટેન્ડબાય થયો છે.
આરોગ્ય વિભાગની ટીમ શેલ્ટર હોમ અને ઘરે-ઘરે સર્વેની કામગીરી કરી રહી છે. વરસાદ બાદ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ જેવા રોગ થવાની શક્યતા વધુ રહેતી હોય છે.
આસપાસ ભરાતાં ખાબોચિયાં, કચરો, સડેલું અનાજ, ગંદા પાણીનો ભરાવો, પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ વગેરે કારણોસર વાહકજન્ય રોગો, પાણીજન્ય રોગો થવાની શક્યતા વધી જાય છે, જેને લઇ આરોગ્ય વિભાગે ડોર-ટુ-ડોર સર્વે શરૂ કર્યો છે.

ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વાવાઝોડાગ્રસ્ત કચ્છની મુલાકાતે
કેન્દ્રીય   ગૃહપ્રધાન  અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વાવાઝોડાગ્રસ્ત કચ્છની મુલાકાત લેશે. અમિત શાહ સવારના નવ વાગ્યે ભૂજ એરપોર્ટ પર આવશે. ત્યાર બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ હવાઈ નિરીક્ષણ પણ કરી શકે છે.
મ‌િલ્ટપર્પઝ સાઇક્લોન શેલ્ટર્સ લોકો માટે આશીર્વાદ
રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દરિયા કિનારાના વિસ્તારોમાં ૭૬ અદ્યતન સુવિધાઓ ધરાવતાં મ‌િલ્ટપર્પઝ સાઇક્લોન શેલ્ટર્સનું નિર્માણ કર્યું છે. વાવાઝોડા સામે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યાં છે. આ મ‌િલ્ટપર્પઝ સાઇક્લોન શેલ્ટર્સમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, અમરેલી, જામનગર, નવસારી, ભરૂચ અને અમદાવાદનાં આ શેલ્ટરનો સમાવેશ થાય છે. બિપરજોય વાવાઝોડાના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના   આઠ જિલ્લામાં ૧પર૧ શેલ્ટર હોમ્સ તાત્કાલિક ધોરણે ઊભાં કરવામાં આવ્યાં છે, જેના કારણે લોકો સલામત બન્યા છે. હવે આ શેલ્ટર હોમમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ગઈ છે. બિપરજોયના કહેર વચ્ચે કચ્છ સ‌િહત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ આફતો સામે પણ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન સાથે આપત્તિકાળમાં નિયમિત ટેલિફોનિક વાતચીત દ્વારા વાવાઝોડાની સ્થિતિ તેમજ તેને લઇ તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવી હતી. વડા પ્રધાને વાવાઝોડાની ગંભીરતા જોઇ ગુજરાતમાં સર્જાનારી સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે એડ્વાન્સમાં જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલે   પ્રધાનો, વિભાગો, અધિકારીઓના અથાગ પરિશ્રમની પ્રશંસા કરી
આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું અને તેથી વાવાઝોડા સામે બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયાં છે. સરકારની પૂર્વતૈયારી, અગમચેતી અને સમયસરનાં પગલાંઓના કારણે પણ હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ. વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારના તમામ પ્રધાનો, વિભાગો, જિલ્લા વહીવટીતંત્ર અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ