બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / 'સ્ત્રી', 'મુંજયા' પછી Thamma દર્શકોને હસાવશે કે રડાવશે? વાંચો તેનો first review

મનોરંજન / 'સ્ત્રી', 'મુંજયા' પછી Thamma દર્શકોને હસાવશે કે રડાવશે? વાંચો તેનો first review

Published By: Priyankka Triveddi

Last Updated: 08:09 AM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thamma First Review:Maddock Filmsની આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાનાની હોરર કોમેડી ફિલ્મ Thamma આજે મંગળવાર 21 ઓકટોબરના રોજ રીલીઝ થઈ છે. ત્યારે આ દિવાળીની રજાઓમાં આ ફિલ્મ જોવી કે નહીં ચાલો જાણીએ તેનો રિવ્યુ.

Thamma First Review: દિવાળીની રજાઓ ચાલી રહી છે તે વચ્ચે આ દર વર્ષની જેમ કોઈ બિગ બજેટ ફિલ્મ રીલીઝ થઈ નથી પણ મેડોક ફિલ્મ્સની થામા અને ગુજરાતી ફિલ્મ ચણિયાટોળી રીલીઝ થઈ છે. ત્યારે ચાલી જાણીએ કે શું આ ફિલ્મ થિયેટરમાં જોવી જોઈએ કે નહીં.

મેડોક ફિલ્મની વધુ એક હોરર કોમેડી ‘Thamma’

દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સ જેને "સ્ત્રી", "મુંજ્યા" અને "ભેડિયા" જેવી સફળ હોરર કોમેડી ફિલ્મો માટે ઓળખ મળે છે, હવે એક નવી ફિલ્મ ‘‘Thamma’ ’ સાથે પાછા ફર્યા છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદન્ના, નવાઝુદ્દીન સિદ્દીકી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકાઓમાં છે. પ્રથમ રિવ્યૂઝ અનુસાર ફિલ્મે પહેલેથી જ દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે અને એડવાન્સ બુકિંગ પણ સારું ચાલી રહ્યું છે.

ફિલ્મને મળ્યું જબરદસ્ત રેટિંગ

વિખ્યાત ફિલ્મ વિવેચક તરણ આદર્શે ‘Thamma’ને ચાર સ્ટાર રેટિંગ આપી અને લખ્યું, "મેડોક ફિલ્મ્સે બીજી વિનિંગ ફિલ્મ આપી છે. કોમેડી, સુપરનેચરલ અને રોમાંસનું સંપૂર્ણ મિશ્રણ. વાર્તા અણધારી અને અલગ માર્ગ લે છે." તરણે નિર્દેશક આદિત્ય સરપોતદારની દિગ્દર્શન શૈલી અને મુખ્ય કલાકારના અભિનયની પણ પ્રશંસા કરી. યુટ્યુબર રવિ ચૌધરીએ પણ ફિલ્મને પાંચમાંથી 4.5 રેટિંગ આપીને કહ્યું કે "ફિલ્મમાં હાસ્ય, ભય, લાગણીઓ અને સ્થાનિક લોકકથાઓનો સરસ મેળ છે."

વધુ વાંચો: અંગ્રેજો કે જમાને કે જેલરની છેલ્લી ઈચ્છા પૂરી! કેમ ચૂપચાપ કરી નાખ્યા અસરાનીના અંતિમ સંસ્કાર?

vtv app promotion

BGM, મ્યુઝિક અને અભિનય – Thamma

Thammaમાં સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર (BGM)ની પણ ઊંચી સ્તરે પ્રશંસા થઈ રહી છે. આયુષ્માન ખુરાનાની એક્ટિંગને તેના કરિયરની બેસ્ટ એક્ટિંગ ગણાવી છે. તો સાથે રશ્મિકાને પણ તેની ભૂમિકા માટે ખાસ વખાણ મળી રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને પરેશ રાવલના અભિનયે પણ દર્શકો અને વિવેચકોનો દિલ જીતી લીધો છે. આ તમામ તત્વો મળીને ‘Thamma’ને એક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ બનાવે છે.

તો આ રજાઓમાં જો તમે તમારા પરિવાર સાથે ફિલ્મ જોવા જવાનું વિચારો છો તો તમે Thamma એકવાર થિયેટરમાં જોઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Horror Comedy Film Thamma Review Maddock Films

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ