બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અંગ્રેજો કે જમાને કે જેલરની છેલ્લી ઈચ્છા પૂરી! કેમ ચૂપચાપ કરી નાખ્યા અસરાનીના અંતિમ સંસ્કાર?
Last Updated: 11:04 PM, 20 October 2025
હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ગોવર્ધન અસરાની હવે અમારી વચ્ચે રહ્યા નથી. આજે બપોરે, મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી આરોગ્ય નિધિ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેઓ 84 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. છેલ્લા કેટલાક સમયથી તેઓ શ્વાસ સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.
ADVERTISEMENT
અંતિમ વિદાય શાંતિથી
ગોવર્ધન અસરાની ઇચ્છતા હતા તેમના મૃત્યુ પછી કોઇ શોર કે હલચલ ન મચે. અને તેમની અંતિમ ઇચ્છાને અનુસરી આજે સાંજે સાંતાક્રુઝના શાસ્ત્રીનગર સ્મશાનગૃહમાં કોઇપણ જાતની મોટી હલચલ વગર શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યા હતા. તેમાં પરિવારજનો અને થોડાક નજીકના મિત્રો જ હાજર રહ્યા. તેમાંથી ઘણાને એ વાત પહેલેથી જ ખબર હતી કે અસરાની પબ્લિક સહાનુભૂતિ કે ધ્યાનને બરદાશ્ત કરતા નહીં. એ માટે જ, તેમની પત્ની મંજુ અસરાની પણ સોશિયલ મીડિયા કે મિડિયા સામે નિવેદનથી દૂર રહે્યા.
ADVERTISEMENT
ગોવર્ધન અસરાનીનું નામ બોલિવૂડના આભાસી તારા સમાન રહ્યું છે. 1970ના દાયકાથી લઈને નવી સદી સુધી, તેમણે એવી ફિલ્મોમાં કામ કર્યું છે જે આજે પણ દર્શકોના મનમાં જીવંત છે.
'શોલે'માં ખ્યાતનામ જેલરની ભૂમિકા તેમની સૌથી વધુ ઓળખાતી ભૂમિકા છે. ઉપરાંત, 'ચુપકે ચુપકે', 'આ અબ લોટ ચાલેં', 'હેરાફેરી', 'ભૂલ ભુલૈયા', 'અમર અકબર એન્થોની' જેવી હિટ ફિલ્મોમાં તેમણે પોતાનો અનોખો હાસ્ય ભરેલો અંદાજ દર્શાવ્યો.
ADVERTISEMENT
તેમનો ફિલ્મી સફર લગભગ 400થી વધુ ફિલ્મો સુધી વિસ્તરાયો છે. તેઓ માત્ર એક કૉમિક એક્ટર નહોતા, પરંતુ એક એવા કલાકાર હતા જેની ઉપસ્થિતિ ફક્ત હાસ્ય પૂરતી મર્યાદિત ન રહી, તેમના પાત્રોમાં ગંભીરતા પણ જોવા મળતી. ફિલ્મ અભિમાનમાં તેમની ભૂમિકા આવી જ હતી.
આ પણ વાંચોઃ Asrani Death: બૉલીવુડ જગતને મોટી ખોટ! દિવાળીના દિવસે દિગ્ગજ અભિનેતા અસરાનીનું નિધન
ADVERTISEMENT
અસરાનીએ 'હરે કાંચ કી ચૂડિયાં' દ્વારા સિનેમામાં પગલાં મૂક્યા હતા. ત્યારપછી તેઓ સતત પ્રેક્ષકોની વચ્ચે રહ્યા. ‘અનહોની’, ‘છોટી સી બાત’, ‘રફૂચક્કર’, ‘આજ કી તાઝા ખબર’ જેવી ફિલ્મો તેમના અભિનયની વિવિધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અસરાનીના અવસાનથી બોલિવૂડમાં શોકની લાગણી વ્યાપી છે. અનેક કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના યોગદાનને યાદ કરતા ભાવુક સંદેશા શેર કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.