બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / હવે કોણ સંભાળશે સંજય કપૂરનું 310000000000નું સામ્રાજ્ય, જાણો કાયદાકીય અધિકાર
Last Updated: 11:15 AM, 17 June 2025
Karishma Kapoor Ex Husband Sanjay Kapur: જાણીતા ઉદ્યોગપતિ સંજય કપુરના અચાનક નિધનથી બધાને આઘાત લાગ્યો છે. પોલો રમતી વખતે તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપુરના અચાનક અવસાન બાદ કંપનીમાં ખળભળાટ મચી ગયો છે. કંપનીનો હવાલો કોણ સંભાળશે, ભવિષ્યની રણનીતિ શું હશે? આવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ લોકોને મળી રહ્યા નથી. સંજય કપુરના અવસાન પછી 31000 કરોડ રૂપિયાની કંપનીનો હવાલો કોણ સંભાળશે તેનો જવાબ હજુ સુધી બહાર આવ્યો નથી.
ADVERTISEMENT
ઑટોમોબાઇલની નવી કમાન કોણ હાથમાં?
સંજય કપુરની કંપની ઓટોમોબાઈલ ઉદ્યોગના મોટા નામોમાંની એક છે. તેમની કંપની સોના કોમસ્ટાર ઓટો પાર્ટ્સનું ઉત્પાદન કરે છે. જે સમગ્ર વિશ્વમાં સપ્લાય થાય છે. બ્લૂમબર્ગ અનુસાર સોના કોમસ્ટારનું માર્કેટ કેપ લગભગ 31000 કરોડ રૂપિયા છે. તેમના મૃત્યુ પછી હવે કંપનીની કમાન કોણ હાથમાં સોંપવામાં આવશે તે હજુ સપષ્ટ નથી. કંપનીના રોકાણકારો કંપનીના ઉત્તરાધિકારી અને નેતૃત્વ વિશે ચિંતિત છે.
ADVERTISEMENT

કોમસ્ટારના ચેરમેન હતા સંજય
ADVERTISEMENT
53 વર્ષીય સંજય કપૂર સોના કોમસ્ટારના ચેરમેન હતા. ગુરુગ્રામ સ્થિત તેમની કંપની એક ઓટો કમ્પોનન્ટ કંપની છે. વાહનના ભાગો બનાવતી આ કંપની સમગ્ર વિશ્વમાં વાહનના ભાગો સપ્લાય કરે છે. ઓટો ક્ષેત્રના મોટા ઉદ્યોગપતિઓમાંના એક સંજય ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ચેરમેન પણ હતા. સંજય 2015માં તેમના પિતાના મૃત્યુ પછીથી આ કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે કંપનીના વ્યવસાયને વિશ્વભરમાં વિસ્તાર્યો. કંપનીનું માર્કેટ કેપ 31000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. સંજયના ગયા પછી કંપનીનું નેતૃત્વ કોણ કરશે તે અંગેની અનિશ્ચિતતાની પણ કંપનીના શેર પર અસર પડી. સોના કોમસ્ટારના શેર 8 ટકા ઘટ્યા.
બે બહેનોના હાથમાં આવશે બાગદોર?
ADVERTISEMENT
સંજય કપુરના મૃત્યુ પછી સોના કોમસ્ટારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કંપની સંજય કપુરના વિચાર, તેમના મૂલ્યો અને તેમની પ્રતિબદ્ધતાને આગળ ધપાવશે. તેમણે ગ્રાહકો, રોકાણકારો, ભાગીદારો, કર્મચારીઓ અને શેરધારકોને વિશ્વાસ રાખવા અપીલ કરી. કંપનીએ સ્પષ્ટ કર્યું કે કંપનીનું કાર્ય અને ભવિષ્યની યોજનાઓ ચાલુ રહેશે. સંજય કપૂરને બે બહેનો મંદિરા કપૂર અને સુપર્ણા મોટવાણી છે. એવું માનવામાં આવે છે કે સંજયના મૃત્યુ પછી બંને બહેનો તેમનો વ્યવસાય સંભાળી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ADVERTISEMENT
3 બાળકોના પિતા છે સંજય
સંજયને ત્રણ બાળકો છે. તેમની પહેલી પત્ની નંદિતા મહતાની સાથેના લગ્નથી તેમને કોઈ સંતાન નથી. તેમણે 2003માં કરિશ્મા સાથે લગ્ન કર્યા હતા અને બંને 2016માં અલગ થઈ ગયા હતા. સંજય અને કરિશ્માને બે બાળકો સમાયરા અને કિયાન છે. 2017માં સંજયે અભિનેત્રી પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયાના છૂટાછેડા થઈ ગયા હતા. પ્રિયાને તેના પહેલા લગ્નથી એક પુત્રી સફિરા ચટવાલ છે જેને સંજય કપુરે દત્તક લીધી હતી. સંજય સાથે લગ્ન કર્યા પછી બંનેને એક પુત્ર અઝારિયસ છે. એટલે કે સંજય કપૂરને કુલ 4 બાળકો છે. જોકે આ બાળકો હજુ નાના છે અને આટલા મોટા વ્યવસાયની જવાબદારી સંભાળી શકે તેમ નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: Video: 'Border 2'નું શૂટિંગ શરૂ, ખુદ સની દેઓલે વીડિયો શેર કરીને આપી જાણકારી

કરિશ્માને મહિને મળે છે 10 લાખ રૂપિયા

સંજયની હાલની પત્ની પ્રિયા સચદેવને તેમની મિલકતની દેખરેખ રાખવાનો કાનૂની અધિકાર મળ્યો છે. જેના કારણે ભવિષ્યમાં મિલકત અંગેની કાનૂની પ્રક્રિયા જટિલ બની શકે છે. જોકે કંપની કોણ સંભાળશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ફોર્બ્સ અનુસાર સંજય કપુરની અંગત સંપત્તિ 10300 કરોડ રૂપિયાની છે. આવી સ્થિતિમાં સંજય કપુરની વર્તમાન પત્ની પ્રિયા સચદેવ પાસે તેમની મિલકતના માલિકી હકો રહેશે. સંજયથી છૂટાછેડા પછી કરિશ્મા કપૂર અને તેના બે બાળકો સમાયરા અને કિયાનને 14 કરોડ રૂપિયાના બોન્ડ અને 10-10 લાખ રૂપિયાના માસિક ખર્ચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.