બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Video: 'Border 2'નું શૂટિંગ શરૂ, ખુદ સની દેઓલે વીડિયો શેર કરીને આપી જાણકારી

બોલિવુડ / Video: 'Border 2'નું શૂટિંગ શરૂ, ખુદ સની દેઓલે વીડિયો શેર કરીને આપી જાણકારી

Priyankka Triveddi

Last Updated: 10:53 AM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલની હાલમાં જ 'જાટ' નામની ફિલ્મ રીલીઝ થઈ હતી. આ ફિલ્મે ખાસ બોક્સ ઓફિસ પર દેખાવ કર્યો નથી ત્યારે તેની સિક્વલની જાહેરાત પણ થઈ ગઈ છે. આ બધા વચ્ચે હાલ સની દેઓલ તેમની આગમી ફિલ્મ 'બોર્ડર 2' ને પુરી કરવામાં પાછા લાગી ગયા છે.

Border 2 Update: સની દેઓલ તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શક્ય તેટલું વહેલું પૂરું કરવા માંગે છે જેથી તે આગામી ફિલ્મનું કામ શરૂ કરું શકે. મળતી માહિતી મુજબ ભલે ફિલ્મ જાટે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી નહીં છતાં જાટની સિક્વલ અંગે જાહેરાત થઈ ગઈ છે. અને આથી જ તેઓ તેમની આગામી બહુચર્ચિત ફિલ્મ 'બોર્ડર 2'ના સેટ પર પાછા ફર્યા છે જેથી તે ફિલ્મનું શૂટિંગ જલ્દીથી પૂરું કરી શકાય.

'બોર્ડર 2' ના સેટ પર પાછા ફર્યાની જાણ તેમણે એક વીડિયો દ્વારા શેર કરી છે. તેમના સેટ પર પાછા ફરતા જ કૈંક એવું થયું કે જે જાણીને તમે પણ ચોંકી ઊઠશો.

સની દેઓલે તેની આગામી ફિલ્મો માટે જોરદાર તૈયારીઓ કરી છે. જોકે આ વર્ષે તેની એક ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. અપેક્ષા મુજબ કમાણી ન કરી હોવા છતાં તેની 'જાટ'ની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે. જોકે સની પાજીનું સંપૂર્ણ ધ્યાન હાલમાં ફક્ત એક જ વસ્તુ પર છે. જે છે 'બોર્ડર 2'. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે પરંતુ તેણે પોતાના ભાગનું શૂટિંગ પૂરું કર્યા પછી એક નાનો બ્રેક લીધો હતો અને હવે તે બ્રેક પછી પાંચ ફર્યા છે. અભિનેતા અન્ય સ્ટાર્સ સાથે ફિલ્મના બીજા ભાગનું ભાગ શૂટ કરશે. પરંતુ તેમના વાપસી સાથે બીજી વાત શરૂ થઈ ગઈ છે.

સની દેઓલે થોડા સમય પહેલા દેહરાદૂનમાં 'બોર્ડર 2' નું શૂટિંગ કર્યું હતું. જ્યાંથી તે વીડિયો શેર કરીને ચાહકોને અપડેટ્સ આપતા હતા. વરસાદને કારણે 'ફૌજી'નું પાત્ર ભજવનાર સની દેઓલનું કામ મોડું થયું છે. સેટ પર એટલો ભારે વરસાદ પડ્યો કે તે ટીમ સાથે તંબુમાં બેઠેલા જોવા મળ્યા. ફરી એકવાર આવું જ કંઈક બન્યું છે. પરંતુ સની દેઓલ ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે. તેની સાથે સેટ પરથી એક મોટી તસવીર પણ લીક થઈ ગઈ છે.

સની દેઓલ 'બોર્ડર 2' ના સેટ પર પાછો ફર્યો

સની દેઓલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે - "શૂટિંગ શરૂ થાય છે, અને તેની સાથે વરસાદ પણ." તે 'બોર્ડર' 2 ના સેટ પર ચા સાથે વરસાદનો આનંદ માણતા પણ જોવા મળ્યા. વીડિયોમાં તે 'બોર્ડર 2' શૂટિંગ અને વરસાદ કહેતો જોવા મળે છે. વાસ્તવમાં તે હાલમાં પર્વતોમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. જોકે અભિનેતાએ સ્થાન જાહેર કર્યું નથી. પરંતુ વીડિયોમાં જોવા મળે છે કે આ એક ખૂબ મોટો સેટ છે. જ્યાં તેની ફિલ્મનું કામ ચાલી રહ્યું છે.

હકીકતમાં સની દેઓલ પહેલા જ સુનીલ શેટ્ટીના દીકરા અહાને પોતાના ભાગનું કામ શરૂ કરી દીધું છે. ફાધર્સ ડે નિમિત્તે અહાન શેટ્ટીએ 'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ કર્યું છે. તે ટૂંક સમયમાં સની દેઓલ સાથે જોવા મળશે. બીજી તરફ દિલજીત દોસાંઝે પણ 10 જૂનથી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. 1997માં આવેલી 'બોર્ડર' પછી હવે તેનો ભાગ 2 બની રહ્યો છે. જેના માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. જોકે આ વખતે જૂની ટીમ સની દેઓલ સાથે જોવા મળશે નહીં. પરંતુ તેણે નવી ટીમ સાથે ધમાલ મચાવવાનું આયોજન કર્યું છે.

વધુ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાનું પહેલું સોંગ થયું રીલીઝ, અભિનય જોઈ લોકોએ કહ્યું કિસ્મતવાળી

Vtv App Promotion

સની દેઓલ પાસે આ ફિલ્મો છે

સની દેઓલ આ વર્ષે 'સફર' અને 'લાહોર 1947' રિલીઝ કરે તેવી અપેક્ષા છે, જેમાંથી એક OTT પર રિલીઝ થશે. આ ઉપરાંત તેની પાસે 'બોર્ડર 2', 'જાટ 2', 'રામાયણ' સહિત કેટલીક અન્ય ફિલ્મો છે. જે એક OTT એક્શન ફિલ્મ છે. સની દેઓલ માટે દરેક ફિલ્મનો ખૂબ જ અર્થ છે. જો આ દરમિયાન એક પણ ફ્લોપ થાય છે તો તેની અન્ય ફિલ્મો પર અસર પડશે. પરંતુ જો તે હિટ થશે તો તે શાહરુખ-સલમાનને સીધી સ્પર્ધા આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sunny Deol films Jaat Border 2
Priyankka Triveddi
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ