બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાનું પહેલું સોંગ થયું રીલીઝ, અભિનય જોઈ લોકોએ કહ્યું કિસ્મતવાળી
Last Updated: 11:51 PM, 16 June 2025
મહાકુંભ 2025ના મેળામાં વાઈરલ થયેલી મોનાલિસાનું નસીબ એકરાતમાં ચમકી ગયું છે. હવે જો તમે તેમને જુઓ તો વિશ્વાસ પણ નહીં થાય કે એ જ મોનાલિસા છે જે ક્યારેય મહાકુંભમાં માળા વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આજે તેઓ શાનદાર લાઈફસ્ટાઈલ જીવે છે અને ખુબ જ સુંદર દેખાવ લાગ્યા છે. તાજેતરમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે, જેમાં તેઓ સિંગર ઉત્કર્ષ સાથે નજર આવે છે. તેમના ગીતનું ટીઝર 14 જૂનના રોજ રિલીઝ થયું છે.
ADVERTISEMENT
મોનાલિસાનો વાયરલ વીડિયો
યૂટ્યૂબ પર "ઉત્કર્ષ" નામના પેજ પર મોનાલિસા અને ઉત્કર્ષ સિંહના ગીત ‘સાદગી’નો સંપૂર્ણ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને જણાવાયું છે કે આ ગીત 14 જૂનના રોજ વિશ્વભરમાં રિલીઝ થયું છે. આ ગીતની શરૂઆતમાં મોનાલિસા સફેદ રંગના સુંદર ફ્લોરલ પ્રિન્ટના લહેંગામાં જોવા મળે છે. તેમની આંખોને જોઈને દરેક વ્યક્તિ તેમનો દીવો બની જાય છે.
ADVERTISEMENT
તેના સિવાય મોનાલિસા આ વીડિયોમાં લાલ લહેરિયામાં પણ ખુબજ સુંદર દેખાઈ રહી છે. આ ગીતના લિરિક્સ છે – “ઉસ્કી આંખો સે હી રોશન હૈ સુબહ કા નૂર, ઉસ્કી પલકો મે હી ઢલતા હૈ રાત કા ગુરુર…” સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 35,000થી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
મોનાલિસાના અપકમિંગ સોંગની રાહ
ADVERTISEMENT
મોનાલિસા અને ઉત્કર્ષનો આ સોંગ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી પણ શાનદાર લાગી રહી છે. આ પહેલાં મોનાલિસાએ પણ આ ગીતને લઈને બિહાઇન્ડ ધ સીન ક્લિપ શેર કરી હતી. હવે ચાહકોને મોનાલિસા અને ઉત્કર્ષના અન્ય ગીતની રાહ છે.
વધુ વાંચો: ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ સિઝન 3ના પહેલા એપિસોડની તારીખ જાહેર, ભાઈજાન બન્યા મહેમાન
ADVERTISEMENT
આ ગીતમાં મોનાલિસાની આંખો, સુંદર ચહેરો અને નેચરલ બ્યુટી લોકોને ખૂબ આકર્ષી રહી છે. જણાવી દઈએ કે મોનાલિસા મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરથી આવે છે અને મહાકુંભ મેળામાં માળા વેચવા આવી હતી. સોશિયલ મીડિયા પર તેમની સુંદર તસવીર વાઈરલ થતા તેઓ એક રાતમાં ફેમસ બની ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.