ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO:અનુપમા સીરીયલનો સેટ ભડભડ સળગ્યો, ભયાનક આગનો વીડિયો સામે આવ્યો

દુર્ઘટના / VIDEO:અનુપમા સીરીયલનો સેટ ભડભડ સળગ્યો, ભયાનક આગનો વીડિયો સામે આવ્યો

Last Updated: 01:12 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજન શાહીના શો ‘અનુપમા’ ના સેટ પર ભીષણ આગ લાગી ગઈ. આગ સવારે લાગી ત્યારે શૂટિંગ શરૂ થવાનું હતું. આગ લાગવાનો વીડિયો સામે આવ્યો છે. જુઓ વીડિયો અને જાણો શું હતી સંપૂર્ણ ઘટના?

ADVERTISEMENT

સિરીયલ ‘અનુપમા’ ના સેટ પર 23 જૂનની સવારે ભયાનક આગ લાગી ગઈ. મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટી સ્થિત અનુપમાના સેટ પર આગ લગભગ સવારે 5 વાગ્યે લાગી. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ફાયર બ્રિગેડ આગ ઓલવવા માટે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

આગ શા માટે લાગી તેની હજી કોઈ માહિતી સામે આવી નથી. આ ઘટના સમયે સેટ પર ઘણા સ્ટાફ અને ક્રૂ સભ્યો હાજર હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અત્યાર સુધીમાં કોઈના ઘાયલ થવાની જાણકારી નથી મળી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં સેટ બળતો જોઈ શકાય છે.

આગથી બળતો જોવા મળ્યો અનુપમા નો સેટ

ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ એક્સ પર બે વીડિયો શેર કર્યા છે. વીડિયોમાં સેટ પર ધુમાડો અને આગ ફેલાતી જોઈ શકાય છે. કહેવાય છે કે ‘અનુપમા’માં જે બે ઘર ક્રુષ્ણકુંજ હાઉસ અને કોઠારી હાઉસ બતાવવામાં આવે છે તેનો કેટલાક ભાગ બળી ગયો છે.

AICWAના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ જણાવ્યું કે,

'સવારે 7 વાગ્યે શૂટિંગ શરૂ થવાનું હતું અને ફ્લોર પર બધા મજૂરો તૈયારીઓ કરી રહ્યા હતા. આગ લાગ્યા બાદ બધા મજૂરો ભાગી ગયા. ફિલ્મ સિટી વાળાઓ કોઈને પણ સેટ પર જવા દેતા નથી જેથી વાત બહાર ન ફેલાય.'

તેઓએ આગળ જણાવ્યું કે ,

'અહીં હંમેશા આગ લાગે છે કેમ કે સેટ લાકડાના હોય છે. આ બધા પ્રોડ્યુસર, ચેનલ, ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને મુંબઈના લેબર કમિશનર બધાની મિલીભગત છે. એ લોકો કદી પણ સેટ પર ચેકિંગ કરતા નથી. ફાયર સેફ્ટી ચેકિંગ તો થતા જ નથી. હવે વરસાદની ઋતુમાં પણ આ આગ લાગી છે.'

AICWAના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ કહી આ વાત

AICWAના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ કહ્યું કે,

'ફિલ્મ સિટીમાં હંમેશા આગ લાગે છે અને કોઈપણ કાર્યવાહી કર્યા વિના મામલો દબાવી દેવામાં આવે છે. તેથી અમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરી છે કે તેઓ અનુપમા સિરિયલના સેટની તપાસ કરે કે શું ખરેખર આગ લાગી કે પછી ક્યાંક સબસિડી માટે આગ લગાડવામાં આવી. સાથે સાથે આ પણ તપાસે કે કોઈ મજૂરનો જીવ તો નથી ગયો ને, કેમ કે અહીં વારંવાર આ મામલો છુપાવવામાં આવે છે.'

વધુ વાંચો: 3 વર્ષ બાદ પણ OTT પર રાજ કરે છે ઇન્ડિયાની આ બેસ્ટ સિરીઝ, IMDb રેટિંગમાં પણ ટોપ પર

‘અનુપમા’ સિરિયલના સેટ પર લાગી ભયાનક આગએ સમગ્ર ટીમને હચમચાવી દીધા છે. હાલ કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સુરક્ષા મુદ્દે અનેક પ્રશ્નો ઊભા થયા છે. AICWA દ્વારા તપાસની માંગ સાથે સરકાર સુધી મેમો પહોંચાડાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Goregaon Film City Anupama Terrible fire broke out on the set
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ