બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:16 AM, 23 June 2025
OTT Indian Best Series: OTT પ્લેટફોર્મ પરની અમુક વેબ સીરિઝ લોકોના દિલ અને દિમાગ પર ઊંડી અસર છોડીને જતી હોય છે. અમુક વેબ સીરિઝમાં એક્શન કે વધુ ડ્રામા ના હોવા છતાં પણ લોકો તેને ખૂબ પસંદ કરતાં હોય છે. આજે વાત એવી જ વેબ સીરિઝની કે જે રીલીઝ થયાના ઘણા સમય પછી પણ આજે પણ લોકોમાં ઘણી લોકપ્રિય છે.
ADVERTISEMENT
OTT પ્લેટફોર્મ પર ઘણી બધી શાનદાર થ્રિલર ફિલ્મો છે. તેમાંથી મોટાભાગની વેબ સિરીઝ સસ્પેન્સ અને એક્શનથી ભરેલી હોય છે. પરંતુ કેટલીક સિરીઝ એવી હોય છે જેમાં ન તો એક્શન હોય છે અને ન તો કોઈ પ્રકારનો રોમાંચ હોય છે. અમે તમને આવી જ એક વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 3 વર્ષ પહેલા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

ADVERTISEMENT
આ 8-એપિસોડ સીરિઝમે ભારતની બેસ્ટ વેબ સીરિઝ માનવામાં આવે છે અને સિનેમા પ્રેમીઓ તેને જોવાનું ખૂબ પસંદ કરે છે. ચાલો જાણીએ કે કઈ છે કે સૌથી લોકપ્રિય વેબ સીરિઝ.
ભારતની બેસ્ટ સીરિઝ કઈ છે?
ADVERTISEMENT
અહીં ચર્ચા કરવામાં આવી રહેલી વેબ સિરીઝને IMDb તરફથી 8.9/10 નું શ્રેષ્ઠ રેટિંગ મળ્યું છે. આ સીરિઝની વાર્તા એક નાના ગામની આસપાસ ફરે છે. તેના કેટલાક પાત્રો તેના વાર્તાકાર છે. ગામમાં રસ્તાના નિર્માણ અને શૌચાલયના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેનું માળખું પ્રધાનજીએ ગામના લોકો માટે વણ્યું છે.
પરંતુ ગામમાં એક વર્ગ એવો છે જે ગામના વડા સામે નેગેટિવ અપ્રોચ ધરાવે છે અને તેના કારણે આખી સીરિઝમાં એક્સાઇટમેન્ટ અને રોમાંચ રહે છે. શૌચાલયના નિર્માણને કારણે તેમની વચ્ચે તણાવ શરૂ થાય છે. જે અંતે રોમાંચક વળાંક લે છે. ઓકે હવે સસ્પેન્સનો અંત લાવી અંહી અમે વેબ સિરીઝ પંચાયત સીઝન 2 વિશે વાત કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
The most important CAT interview 🐈#PanchayatOnPrime, New Season, June 24 pic.twitter.com/hzQhMtsQrm
— prime video IN (@PrimeVideoIN) June 22, 2025
આ સીરિઝ 2022માં પ્રખ્યાત OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ હતી. આ સીરિઝમાં જીતેન્દ્ર કુમાર, રઘુવીર યાદવ, નીના ગુપ્તા, ચંદનાર રોય અને ફૈઝલ મલિક જેવા ઘણા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રણવીર સિંહ કે અલ્લુ અર્જુન, કોણ બનશે 'શક્તિમાન'? અફવા પર ફિલ્મ મેકર્સે આપ્યો જવાબ

ADVERTISEMENT
પંચાયત સીઝન 4 ટૂંક સમયમાં આવશે
shuru ho chuka hai election🗳 Manju Devi ya Kranti Devi, kiski hogi selection 👀
— prime video IN (@PrimeVideoIN) June 11, 2025
#PanchayatOnPrime, New Season, June 24@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy@Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77… pic.twitter.com/dflHA71wbe
પંચાયત વેબ સિરીઝ 2020 માં શરૂ થઈ હતી. તેનું નિર્માણ ડિજિટલ ક્રિએટર TVF દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ચોથો ભાગ એટલે કે પંચાયત સીઝન 4 24 જૂને પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.