બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kantara Chapter 1 Trailer રીલીઝ: 'કાંતારા કે અંદર કભી મત જાના બેટા', ઋષભ શેટ્ટીનો ખૂંખાર રોલ

VIDEO / Kantara Chapter 1 Trailer રીલીઝ: 'કાંતારા કે અંદર કભી મત જાના બેટા', ઋષભ શેટ્ટીનો ખૂંખાર રોલ

Published By: Shilpa Parmar

Last Updated: 02:05 PM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kantara Chapter 1 Trailer : જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં તે કન્નડ સિનેમાના સ્ટાર ઋષભ શેટ્ટીની ‘કાંતારા’નું ટ્રેલર જાહેર થઈ ગયું છે. ફિલ્મ રિલીઝ થવામાં ફક્ત 10 દિવસ બાકી છે. જુઓ કાંતારાનું શાનદાર ટ્રેલર.

વર્ષ 2022માં આવેલી કન્નડ સિનેમાની ફિલમ કાંતારાએ દર્શકો પર જબરો પ્રભાવ છોડ્યો હતો. કાંતારાના શાનદાર પ્રદર્શન બાદ ઋષભ શેટ્ટી કાંતારા ચેપ્ટર 1 લઈને આવી રહ્યા છે. દર્શકો ખૂબ આતુરતાથી આ ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

કાંતારાના ફેન્સ માટે એક સારા સમાચાર છે. કાંતારા ચેપ્ટર 1 ના રિલીઝના 10 દિવસ પહેલા જ આજે તેનું શાનદાર ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. જુઓ કાંતારા ચેપ્ટર 1નું ધમાકેદાર ટ્રેલર.

કાંતારા ચેપ્ટર 1’નું ટ્રેલર રિલીઝ

‘કાંતારા ચેપ્ટર 1’ની રિલીઝ તારીખ શરૂઆતથી જ 2 ઓક્ટોબર, 2025 નક્કી કરવામાં આવી હતી. જ્યાં ઘણી ફિલ્મો પોતાની રિલીઝ પહેલાં 21 થી 30 દિવસ પહેલા માર્કેટિંગ શરૂ કરે છે, જેમાં ટીઝર, ટ્રેલર વગેરે રજૂ કરવામાં આવે છે, ત્યાં ‘કાંતારા ચેપ્ટર 1’ એ એવી ફિલ્મ છે, જેણે પોતાની થિયેટર રિલીઝ ડેટના ફક્ત 10 દિવસ પહેલા જ સીધું ટ્રેલર જાહેર કર્યું છે. આ વાત સ્પષ્ટ દર્શાવે છે કે મેકર્સને પોતાની ફિલ્મ પર અને દર્શકો પર પૂરો વિશ્વાસ છે.

ટ્રેલરમાં શું છે નવું?

‘કાંતારા ચેપ્ટર 1’નું ટ્રેલર એ જ પળથી શરૂ થાય છે, જ્યાં તેનો પહેલો ભાગ સમાપ્ત થયો હતો. આ વખતે કહાની ‘કાંતારા’ના એવા મહાન ઇતિહાસની છે, જે આજ સુધી કોઈને ખબર ન હતી. મેકર્સે ટ્રેલરમાં ઘણા રહસ્યો ખુલ્લા પાડ્યા નથી, પરંતુ દરેક રહસ્યને જરૂર જાળવી રાખ્યું છે. આ પ્રિક્વલને લઈને રહેલો સસ્પેન્સ ફેન્સમાં ઉત્સુકતા વધારે છે.

‘કાંતારા ચેપ્ટર 1’માં શું હશે ખાસ?

ફિલ્મમાં ઋષભ શેટ્ટીનો કયો રોલ હશે તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે. પરંતુ એક્ટરે આ ફિલ્મને દરેક રીતે ભવ્ય બનાવવા ખૂબ મહેનત કરી છે. તેમણે ‘કાંતારા ચેપ્ટર 1’ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી એક વિશાળ યુદ્ધ દ્રશ્ય તૈયાર કર્યું છે. આ સીનમાં 500થી વધુ કુશળ ફાઇટર્સ અને 3,000 જેટલા લોકો સામેલ છે.

આ સિક્વન્સને 25 એકર વિસ્તારમાં બનેલા એક આખા શહેરમાં અને ખડકાળ વિસ્તારમાં 45-50 દિવસ સુધી શુટ કરવામાં આવી છે. આ દ્રશ્ય ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી મોટા દ્રશ્યોમાંથી એક માનવામાં આવે છે.

અહીં જુઓ કાંતારા ચેપ્ટર 1 નું ટ્રેલર

વધુ વાંચો : King Star Cast: 'કિંગ'ના સેટ પરથી લીક થયો શાહરુખનો ફર્સ્ટ લુક, SRKના ચાહકો થયા પાગલ

બહુભાષી રિલીઝ

આ ફિલ્મ 2 ઓક્ટોબરે દુનિયાભરમાં કન્નડ, હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિલ, બંગાળી અને અંગ્રેજી ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ પોતાના સાંસ્કૃતિક મૂળથી જોડાયેલી રહીને પણ વિવિધ ભાષાઓ અને વિસ્તારોના દર્શકો સુધી પહોંચશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kantara 2025 movie trailer Rishab Shetty Kantara Chapter 1 Kantara Chapter 1 Trailer

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ