બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / King Star Cast: 'કિંગ'ના સેટ પરથી લીક થયો શાહરુખનો ફર્સ્ટ લુક, SRKના ચાહકો થયા પાગલ

મનોરંજન / King Star Cast: 'કિંગ'ના સેટ પરથી લીક થયો શાહરુખનો ફર્સ્ટ લુક, SRKના ચાહકો થયા પાગલ

Published By: Nirav Kumar

Last Updated: 11:41 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખની મોસ્ટ અવેટેડ ફિલ્મ "કિંગ"ના સેટ પરથી સ્ટાર કાસ્ટનો લુક લીક થયો છે. જેમાં શાહરૂખ ટેટૂમાં એક દમ ડેશિંગ લાગી રહ્યો છે.

બોલીવુડના કિંગ શાહરૂખ ખાન છેલ્લે 2023 માં આવેલી ફિલ્મ "ડન્કી" માં જોવા મળ્યો હતો.  હવે તે આગામી ફિલ્મ "કિંગ" માં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ અપડેટ હજુ સુધી નથી આવ્યું પરંતુ આ ફિલ્મના સેટ પરથી શાહરૂખ ખાનનો નવો લુક લીક થઈ ગયો છે. આ સિવાય બીજા સ્ટાર કાસ્ટના ફર્સ્ટ લુક પણ વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર "કિંગ"નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. "કિંગ" ફિલ્મના સેટ પરથી અનેક ફોટા વાયરલ થયા છે. જેમાં એક ફોટોમાં શાહરૂખ ખાન સફેદ શર્ટ, બેજ હૈટ અને ગ્રે દાઢીમાં જોવા મળે છે. આ સાથે તેના ગળા પર ટેટૂ પણ દેખાય છે.

બીજા એક ફોટોમાં શાહરૂખ ખાનનો ડેપર લુક જોવા મળે છે. જેમાં શાહરૂખ શોર્ટ હેર કટ, આખા શરીર પર ટેટૂ અને સનગ્લાસ સાથે બાઇક પર બેઠો હોય તેમ દેખાઈ રહ્યું છે. આ લુકથી ફેન્સમાં "કિંગ" ફિલ્મ માટે એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.

'કિંગ' ફિલ્મના સેટ પરથી સુહાના ખાનની એક ઝલક પણ સામે આવી છે. ફોટોમાં આ એક્ટ્રેય ક્રૂ વચ્ચે ઉભીલી જોવા મળી રહી છે. અહીંયા તે બ્રાઉન ટ્યુબ ટોપ અને બેજ પેન્ટમાં કૂલ લાગી રહી છે. આ દરમિયાન અભિષેક બચ્ચનનો પણ ફર્સ્ટ લુક  વાયરલ થયો છે જેમાં તે વધેલી દાઢી અને બ્લેઝર પહેરેલો જોવા મળે છે.

વધુ વાંચો : PHOTOS: બૉલીવુડની બેબોના 10 ન જોઈ હોય તેવી તસવીરો, કામણગારી અદાઓ કરશે ઘેલા

  • "કિંગ"ની સ્ટાર કાસ્ટ
    'કિંગ' ફિલ્મમાં અનેક ઍક્ટર જોવા મળશે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં અભય વર્મા, દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, જયદીપ અહલાવત, અરશદ વારસી અને સૌરભ શુક્લા જેવા એક્ટર એક સાથે જોવા મળશે. આ ફિલ્મ 2026માં થિયેટરમાં રિલીઝ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

King Film Shahrukh Khan King Star Cast

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ