ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'અમે એવા લોકો નથી કે જે...', વિજય દેવરકોંડાની સગાઇ પર આ શું બોલી રશ્મિકા મંદાના

મનોરંજન / 'અમે એવા લોકો નથી કે જે...', વિજય દેવરકોંડાની સગાઇ પર આ શું બોલી રશ્મિકા મંદાના

Published By: Priykant Shrimali

Last Updated: 08:36 AM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rashmika Mandana : અભિનેત્રી રશ્મિકા મંડાના અને દક્ષિણ ફિલ્મોના સ્ટાર વિજય દેવેરાકોંડાની સગાઈની વાતો વચ્ચે સામે આવ્યા મોટા સમાચાર

ADVERTISEMENT

Rashmika Mandana : બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંડાના આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત હાજરી દર્શાવી રહી છે. આ તરફ હાલમાં તે તેની આગામી ફિલ્મ “થામા” માટે ચર્ચામાં છે. જોકે ફિલ્મથી વધુ હાલમાં ચર્ચાનો વિષય છે, રશ્મિકા અને દક્ષિણ ફિલ્મોના સ્ટાર વિજય દેવેરાકોંડા સાથેની તેમની સંભવિત સગાઈ. સોશિયલ મિડિયામાં બંનેની સગાઇની અફવાઓનો માહોલ ગરમ રહ્યો છે. આ તરફ હવે પ્રથમવાર આ મામલે રશ્મિકા મંડાનાનું નિવેદન સામે આવ્યું છે.

તાજેતરમાં કેટલાક અહેવાલો સામે આવ્યા હતા કે, રશ્મિકા અને વિજયે 3 ઓક્ટોબરના રોજ પોતાની સગાઈ કરી છે. જોકે રશ્મિકા કે વિજય બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. જયારે મીડિયા દ્વારા રશ્મિકાને આ બાબત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ કહ્યું કે, દુનિયાને ખબર નથી કે અંદર શું ચાલી રહ્યું છે. ઊંડાણમાં શું છે એ તો માત્ર ભગવાન જ જાણે છે. આપણે હંમેશા આપણા ખાનગી જીવન પર કેમેરા રાખી શકતા નથી. અમે એવા લોકો નથી જે પોતાની વ્યક્તિગત બાબતો સોશિયલ મિડિયામાં મૂકીએ. તેથી લોકો શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. આ જવાબથી સ્પષ્ટ છે કે, રશ્મિકા પોતાના અંગત જીવન વિશે ખુલ્લેઆમ બોલવાનું પસંદ કરતી નથી અને ગોપનીયતા જાળવવાનું પસંદ કરે છે.

ફિલ્મ “કાંતારા” વિશે રશ્મિકાએ શું કહ્યું ?

આ સાથે જ્યારે રશ્મિકા મંડાનાને ઋષભ શેટ્ટીની બ્લોકબસ્ટર ફિલ્મ “કાંતારા: ચેપ્ટર 1” વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ કહ્યું કે, ભલે ફિલ્મ રિલીઝના દિવસે તે નહોતી જોઈપરંતુ તાજેતરમાં તેણે આ ફિલ્મ જોવી અને ફિલ્મની ટીમને તેના પ્રશંસાસૂચક સંદેશ મોકલ્યો હતો. હા, મેં ફિલ્મ જોવા માટે થોડો સમય લીધો હતો, પણ જોતા જ હું ફિલ્મની ટીમને સંદેશ મોકલ્યો. તેઓએ ખૂબ પ્રેમથી ‘આભાર’ કહીને જવાબ આપ્યો.

આ પણ વાંચો : બિગ બોસની નવી કન્ટેસ્ટન્ટની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

કન્નડ સિનેમામાંથી પ્રતિબંધના અફવાઓ પર સ્પષ્ટતા

અહીં એક વાત એ પણ છે કે, અગાઉ એવી અફવાઓ હતી કે રશ્મિકાને કન્નડ ફિલ્મ ઉદ્યોગમાંથી બહાર કરવાનો પ્રયાસ થયો છે. જોકે, તેણે આ બાબતને લઈને ખુલાસો કર્યો કે , અત્યાર સુધી, મને પ્રતિબંધિત કરવામાં આવી નથી. આપણે બીજાના મંતવ્યોથી જીવી શકતા નથી – ખાસ કરીને જ્યારે વાત હોય વ્યક્તિગત જીવનની.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vijay Rashmika engagement Rashmika Mandana Vijay Deverakonda

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ