બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / entertainment is animal box office collection is true bhushan kumar revealed what is corporate booking
Dinesh
Last Updated: 12:16 PM, 29 December 2023
ADVERTISEMENT
Bollywood news: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મ છેલ્લા 26 દિવસથી બોક્સ ઓફિસ પર ચાલી રહી છે અને તેણે વિશ્વભરમાં 850 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ બધાની વચ્ચે ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ભૂષણ કુમાર કહે છે કે મીડિયામાં બોક્સ ઓફિસના જે પણ આંકડા બતાવવામાં આવે છે તે સાચા નથી, કારણ કે આજકાલ કોર્પોરેટ બુકિંગનું કલ્ચર શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
પ્રણય શું દાવો કર્યો ?
સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણયએ દાવો કર્યો છે કે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ખોટા કમાણીના આંકડા બતાવવામાં આવી રહ્યા છે. તે કહે છે કે કમાણી સિવાય ફિલ્મોમાં એક વધુ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તે છે કોર્પોરેટ બુકિંગ. જે સ્થિતિમાં તેમને પૂછવામાં આવ્યું કે શું એનિમલના કમાણીના આંકડા સાચા છે. તો પ્રણોયે કહ્યું કે, એનિમલના કમાણીના આંકડા એકદમ સચોટ છે.
વાંચવા જેવું: 6 જ દિવસમાં 'સાલાર'નું કલેક્શન 500 કરોડને પાર, સલમાનની ટાઇગર 3 પણ પાછળ રહી ગઇ, સર્જ્યો રેકોર્ડ
'એનિમલની કમાણીના આંકડા એકદમ સચોટ'
તેમણે એમ પણ કહ્યું કે, બોલિવૂડમાં કમાણીને અતિશયોક્તિ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ અમે રજૂ કરેલા એનિમલની કમાણીના આંકડા એકદમ સચોટ છે. આ દિવસોમાં બોલિવૂડમાં કોર્પોરેટ બુકિંગનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. મોટાભાગની ફિલ્મોના બોક્સ ઓફિસના આંકડા પર શંકા ઉભી થાય છે. જો કે અમે તેમ કર્યું નથી અને અમારી કંપની આ બાબતે પારદર્શિતા જાળવી રાખે છે. એનિમલ પ્રોડ્યુસર ભૂષણ કુમારે પણ આ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમની પાસે આ માટે કોઈ નક્કર પુરાવા નથી પરંતુ કોર્પોરેટ બુકિંગને કારણે ફિલ્મોની કમાણી વધી છે તે ચોક્કસ છે.
કોર્પોરેટ બુકિંગ શું છે?
કોર્પોરેટ બુકિંગ વિશે વાત કરીએ આપણે પણ જાણીએ કે કોર્પોરેટ બુકિંગ શું છે. કોર્પોરેટ બુકિંગ એ એક હાલાકી છે જ્યારે કોઈ પણ ફિલ્મ રિલીઝ થયા પછી થિયેટર હાઉસફુલ હોવાનું કહેવાય છે. પરંતુ સત્ય એ છે કે તે ખરેખર ખાલી રહે છે. પરંતુ જ્યારે પ્રોડક્શન હાઉસ જથ્થાબંધ ટિકિટ બુક કરે છે ત્યારે તેને કોર્પોરેટ બુકિંગ કહેવામાં આવે છે. આ બુકિંગ ઘણા શહેરોમાં કરવામાં આવે છે અને આ સ્ટારની છબી બનાવે છે
સતત કમાણી વધી રહી છે
એનિમલની કમાણીની વાત કરીએ તો ડંકી અને સાલાર રિલીઝ થયા પછી પણ એનિમલની કમાણી સતત વધી રહી છે. આ ફિલ્મ જોવા માટે ચાહકો હજુ પણ થિયેટરોમાં જઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી, અનિલ કપૂર જેવા સ્ટાર્સ જોવા મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.