બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સ્ટાર્ટ-અપ કીટલી / 'પરાણે કરાવતા હતા આ કામ..', મહિલા સિંગરે ખોલી ઓસ્કાર વિજેતાની પોલ

મનોરંજન / 'પરાણે કરાવતા હતા આ કામ..', મહિલા સિંગરે ખોલી ઓસ્કાર વિજેતાની પોલ

Priykant Shrimali

Last Updated: 02:43 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MM Keeravani : ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે રિયાલિટી શોમાં જજ તરીકે દેખાતા ત્રણ સંગીતકારો પર અપમાનજનક ટિપ્પણીઓ અને પક્ષપાત દ્વારા તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો

MM Keeravani : સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. 'પડુથા તીયાગા' જેવા રિયાલિટી શોમાં જોવા મળેલી ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સંગીત ઉદ્યોગની હસ્તીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આમાં ઓસ્કાર વિજેતા સંગીતકાર એમએમ કીરવાની, ગીતકાર ચંદ્રબોઝ અને ગાયિકા સુનિતાના નામનો સમાવેશ થાય છે. ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે રિયાલિટી શોમાં જજ તરીકે દેખાતા ત્રણ સંગીતકારો પર અપમાનજનક ટિપ્પણીઓ અને પક્ષપાત દ્વારા તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે .

સંગીતકાર એમએમ કિરાવની પર આવો આરોપ લાગ્યો

ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ દાવો કર્યો છે કે, ઓસ્કાર વિજેતા સંગીતકાર એમએમ કીરાવનીએ તેમને કીરવાનીના ગીતો ગાયા ત્યારે જ ઉચ્ચ ગુણ આપ્યા હતા. ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ ખુલાસો કર્યો છે કે, જ્યારે તેણે શોમાં લગ્નોમાં પર્ફોર્મ કરવા વિશે વાત કરી ત્યારે કીરવાનીએ જવાબ આપ્યો કે, તે આવા ગાયકોને નફરત કરે છે.

સ્પર્ધકોની તરફેણ કરવામાં આવી હતી

દક્ષિણ ભારતના પ્રખ્યાત ગીતકાર ચંદ્ર બોઝ અંગે ગાયિકા પ્રવાસ્તિ આરાધ્યાએ આરોપ લગાવ્યો છે કે, તેમણે પણ તેમના ગીતોના સંદર્ભમાં સ્પર્ધકોની તરફેણ કરી હતી. પ્રવાસ્તિ આરાધ્યાના મતે શોમાં એમએમ કીરાવની અને ચંદ્રબોઝ પક્ષપાતી જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે ગાયિકા સુનિતા પર અપમાનજનક ટિપ્પણીઓ કરીને માનસિક રીતે હેરાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

રિયાલિટી શોમાં અસ્વસ્થતાવાળા કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું

પ્રવાસ્તિ આરાધ્યાએ તેના વીડિયોમાં દાવો કર્યો છે કે, સિંગિંગ રિયાલિટી શોની પ્રોડક્શન ટીમ ઘણીવાર તેના પર એવા કપડાં પહેરવાનું દબાણ કરતી હતી જેનાથી તેનું પેટ ખુલ્લું પડે. આવી પરિસ્થિતિઓમાં તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવતી હતી. તેમણે કહ્યું કે, રિયાલિટી શોમાં ઘણી બધી એવી બાબતો બને છે જેમાં તમે સહજ નથી હોતા.

વધુ વાંચો : હું મારી મર્યાદા ભૂલી ગયો, બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલ્યો, હું દિલથી માફી માંગુ છું: અનુરાગ કશ્યપ

હવે જાણો કોણ છે એમએમ કીરાવની ?

એમએમ કીરાવની એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર, ગાયક અને ગીતકાર છે. તેમણે તેલુગુ, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓની ફિલ્મોમાં પોતાનું અદ્ભુત સંગીત આપ્યું છે. એમએમ કીરાવનીએ 1990માં દક્ષિણ ફિલ્મોથી પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 'બાહુબલી' શ્રેણી અને 'RRR' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના અદ્ભુત સંગીતથી લોકોના દિલ જીતી લીધા છે. મળતી માહિતી મુજબ તેમને વર્ષ 2023 માં ફિલ્મ 'RRR' ના 'Natu Natu' ગીત માટે ગોલ્ડન ગ્લોબ અને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

South Industry, South Industry MM Kiravani Singer Pravasthi Aaradhya
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ