બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / દયાબેન બાદ હવે જેઠાલાલના પણ 'તારક મહેતા...' શોને રામરામ?

ટીવીજગત / દયાબેન બાદ હવે જેઠાલાલના પણ 'તારક મહેતા...' શોને રામરામ?

Last Updated: 12:31 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 વર્ષથી લોકોના દિલમાં રાજ કરતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ એટલો જ લોકપ્રિય છે, જેટલો શરૂઆતના દિવસોમાં હતો. ગોકુલધામ સોસાયટીનો સૌથી ચાહિતો પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે અવારનવાર ચર્ચાઓ થાય છે. ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા પર અફવા ફેલાય કે તેમણે શો છોડી દીધો છે. તાજેતરમાં આવી જ એક અફવા પર દિલીપ જોશીએ ખુદ મૌન તોડ્યું અને સ્પષ્ટ જવાબ આપ્યો.

17 વર્ષથી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય ટેલિવિઝન શો છે. જેઠાલાલ અને બબીતાજી દર્શકોના પ્રિય પાત્રો છે, જેમના વિશે અવારનવાર કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી શો છોડીને ચાલ્યા ગયા છે. આ અફવાએ ચાહકોમાં ઉત્સુકતા અને થોડી ચિંતા પણ વધારી છે. આખરે આ મુદ્દે ખુદ દિલીપ જોશીએ મૌન તોડ્યું અને નિર્માતા અસિત મોદી સમક્ષ તથા મીડિયા સાથે ખુલાસો જાહેર કર્યો હતો.

jethalal

એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને સીધો સવાલ કરવામાં આવ્યો કે "શું તમે શો છોડી દીધો?" ત્યારે તેમણે હળવા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે "તમારો શું વિચાર છે? એપિસોડ પહેલાથી જ પ્રસારિત થઈ ચૂક્યા છે. 'તેથી મને ખબર નથી કે સોશિયલ મીડિયા પર કોણ અફવાઓ ફેલાવી રહ્યું છે. હું આ વિશે શું કહી શકું? આવી અફવા પહેલી વાર નથી ફેલાઈ. અગાઉ પણ જ્યારે હું ભારતની બહાર ગયો હતો ત્યારે પણ આવું જ કહેવામાં આવ્યું હતું. જ્યારે પણ હું કોઈ એપિસોડમાં દેખાતો નથી, ત્યારે પણ આવું જ કહેવામાં આવે છે."

આ પણ વાંચો: પત્ની કરતા ઉંમરમાં ઘણા મોટા છે 6 એક્ટર, એક જોડી વચ્ચે તો 30 વર્ષનો તફાવત

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે "મને ખબર નથી કે એ લોકો કોણ છે જેમને આ બધું કરવામાં મજા આવે છે. જ્યાં સુધી તારક મહેતા છે ત્યાં સુધી હું તેમાં કામ કરતો રહીશ." આના પર પ્રતિક્રિયા આપતા અસિત મોદીએ કહ્યું, "ચાલો, જીવનમાં બીજું શું છે." આટલું કહીને તે દિલીપ જોશી સાથે આગળ વધે છે. આ રીતે ચાહકો માટે સ્પષ્ટ છે જેઠાલાલ ક્યાંય નથી જતાં અને ગોકુલધામની મજેદાર કહાનીઓ હજી ઘણા વર્ષો સુધી ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EntertainmentNews TMKOC DilipJoshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ