બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 22 દિવસમાં જ 'ધુરંધર'ની 1000 કરોડની ક્લબમાં એન્ટ્રી, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
Last Updated: 11:02 AM, 27 December 2025
Dhurandhar box office collection day 22: રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે, રિલીઝના ચોથા અઠવાડિયામાં પણ ફિલ્મનો ક્રેઝ ઓછો થવાના કોઈ સંકેત નથી. તેણે હવે શાહરૂખ ખાનની મેગા-બ્લોકબસ્ટર "જવાન" ના આજીવન કલેક્શનને વટાવી દીધું છે.
ADVERTISEMENT

રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. તે 2025 ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે ઉભરી આવી છે. આદિત્ય ધાર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય થ્રિલર ફિલ્મે રિલીઝ થયા પછી કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ત્રણ અઠવાડિયામાં રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" એ જાદુઈ 600 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હવે 700 કરોડ ક્લબ પર નજર રાખી રહી છે. દરમિયાન રણવીર સિંહની સ્પાય થ્રિલરે શાહરૂખ ખાનની "જવાન" ને પાછળ છોડી દીધી છે.
ADVERTISEMENT
ટ્રેડ વેબસાઇટ સેકનિલ્કના અહેવાલ મુજબ શુક્રવારે 22મા દિવસે ધુરંધરે 15 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા અઠવાડિયે પણ મજબૂત કમાણી કરી હતી, જેમાં 173 કરોડની કમાણી થઈ હતી. અગાઉ ધુરંધરે તેના પહેલા અઠવાડિયામાં રૂપિયા 207.25 કરોડ અને બીજા અઠવાડિયામાં 253.25 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની કુલ કમાણી અત્યાર સુધીમાં રૂપિયા 648.50 કરોડ થઈ ગઈ છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: અશનૂરે કૌરે વિખેર્યો જલવો, એવોર્ડ ફંક્શનમાં દેખાયો કમાલનો લુક
ધુરંધર વિશ્વભરમાં રૂપિયા 1000 ક્લબમાં એન્ટ્રી
ADVERTISEMENT
રણવીર સિંહની "ધુરંધર" માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. તે 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. તેણે રિલીઝના માત્ર 21 દિવસમાં રૂપિયા 1000 કરોડ ક્લબમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. અગાઉ 'બાહુબલી 2', 'દંગલ', 'પઠાણ', 'જવાન' અને 'RRR' જેવી ફિલ્મોએ વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો પાર કરી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.