બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'JAAT' ઇતિહાસ સર્જવાને નજીક, કલેક્શનમાં આટલા જ કરોડ બાકી, વાગશે સની પાજીનો ડંકો

બોક્સ ઓફિસ કલેક્શન / 'JAAT' ઇતિહાસ સર્જવાને નજીક, કલેક્શનમાં આટલા જ કરોડ બાકી, વાગશે સની પાજીનો ડંકો

Last Updated: 08:56 AM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલની ફિલ્મ ‘જાટ’એ બીજા રવિવારે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. આ દિવસે ફિલ્મે 50 ટકા જેટલી વૃદ્ધિ સાથે શાનદાર કમાણી નોંધાવી છે.જાણો કલેક્શનમાં હવે કેટલા કરોડ બાકી છે?

લાંબા સમયથી રાહ જોવાતી સની દેઓલની એક્શન-થ્રિલર ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણદીપ હુડ્ડા, વિનીત કુમાર સિંહ, ઉર્વશી રૌતેલા અને અન્ય કલાકારો પણ છે.

વિવાદો વચ્ચે પણ આ ફિલ્મને દર્શકોનો ભરપૂર સાથ મળી રહ્યો છે અને તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. તો ચાલો જોઈએ કે રિલીઝના 11મા દિવસે એટલે કે બીજા રવિવારે ફિલ્મે કેટલી કમાણી કરી છે?

‘જાટ’એ 11મા દિવસે કેટલી કમાણી કરી?

‘ગદર 2’ પછી લગભગ બે વર્ષ પછી સની દેઓલે ‘જાટ’ દ્વારા ફરી એકવાર સિનેમાઘરોમાં ધરખમ એન્ટ્રી લીધી છે. એક્ટરે પોતાના પાવરફુલ ડાયલોગ અને એક્શન અવતારથી દર્શકોના દિલ જીતી લીધાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પરફોર્મન્સ આપી રહી છે. અહીં સુધી કે અક્ષયકુમારની નવી રિલીઝ ‘કેસરી 2’ સાથે કડક ટક્કર છતાં પણ ‘જાટ’એ પોતાનું જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. બીજા સપ્તાહના વીકએન્ડે ફરી એકવાર ફિલ્મના વ્યવસાયમાં ઉછાળો જોવા મળ્યો.

ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો:

  • ‘જાટ’એ પહેલા દિવસે 9.5 કરોડની કમાણી સાથે શરૂઆત કરી હતી.
  • પહેલી સાપ્તાહિક કમાણી 61.65 કરોડ રૂપિયા રહી.
  • નવમો દિવસ: 4 કરોડ રૂપિયાનું કલેકશન.
  • દસમો દિવસ: 3.75 કરોડ રૂપિયાનું કલેકશન.
  • રિપોર્ટ અનુસાર 11મા દિવસે એટલે કે બીજા રવિવારે 50.67 ટકા વૃદ્ધિ સાથે ફિલ્મે 5.65 કરોડ રૂપિયાનો ધંધો કર્યો છે.
  • આ સાથે ‘જાટ’ની કુલ 11 દિવસની કમાણી 75.05 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

'ગદર એક પ્રેમકથા'ના રેકોર્ડથી બસ થોડી દૂર 'જાટ'

‘જાટ’ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રહી છે. બીજા રવિવારે નોંધપાત્ર કમાણી સાથે હવે આ ફિલ્મ સની દેઓલની એક બાહુબલી હિટ ફિલ્મ ‘ગદર એક પ્રેમકથા’ના લાઈફટાઈમ કલેક્શનને તોડવામાં ખૂબ નજીક પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે ‘ગદર એક પ્રેમકથા’એ ભારતમાં 76.65 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.

વધુ વાંચો: અનુરાગ કશ્યપનું મોઢું કાળુ કરનારને 1 લાખ રૂપિયાનું ઈનામ, ચાણક્ય સેનાનું એલાન

જ્યારે ‘જાટ’ની 11 દિવસની કમાણી 75.05 કરોડ રૂપિયા છે. એટલે કે હવે માત્ર 1 કરોડ 60 લાખ રૂપિયા કમાઇને ‘જાટ’ ‘ગદર’ને પછાડી દેશે. બીજાં સોમવારે આ આંકડો પાર થવાની પૂરી શક્યતા છે. ‘જાટ’ સની દેઓલના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sunny Deol Randeep Hooda Jaat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ