બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 2 કલાક ને 49 મિનિટની આ ફિલ્મે 6 જ દિવસમાં બોક્સ ઓફિસ હચમચાવી મૂક્યું, 'બાગી 4'ને પણ પછાડ્યું
Last Updated: 12:45 PM, 18 September 2025
તેજા સજ્જાની ફિલ્મ મિરાઈ રિલીઝ થતા જ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. ફિલ્મની વાર્તા, વિઝ્યુઅલ્સ અને એક્શન સિક્વન્સ લોકોને ખુબ પસંદ આવ્યા છે. ફિલ્મ ઓછા સમયમાં જ દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર પણ ખાસ કરીને Gen Z તરફથી ફિલ્મને સારી પ્રશંસા મળી રહી છે. બીજી તરફ, આ ફિલ્મે તાજેતરની રિલીઝ થયેલી ‘બાગી 4’, ‘ધ બંગાળ ફાઇલ્સ’ અને ‘ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સ’ જેવી ફિલ્મોને જબરદસ્ત ટક્કર આપી છે.
મિરાઈની સફળતાનું મુખ્ય કારણ
ADVERTISEMENT
ફિલ્મ મિરાઈની સફળતાનું મુખ્ય કારણ તેની અનોખી વાર્તા અને ઇમોશનલ કનેક્શન રહ્યું છે. આ ફિલ્મ દર્શકોને નવો અનુભવ આપે છે અને બાકી ફિલ્મોથી અલગ જોવા મળે છે. બીજી તરફ, ‘બાગી 4’ જેવી મોટાં બજેટની ફિલ્મો દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. ધ બંગાલ ફાઇલ્સએ ગંભીર મુદ્દાને સ્પર્શ્યો, પરંતુ પ્રેઝન્ટેશનને લઈને મતભેદ રહ્યા. જ્યારે હોરર ફિલ્મ ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સએ હોરર પ્રેમીઓને આકર્ષ્યા, પણ ફિલ્મની વાર્તા અંગે મિશ્ર પ્રતિસાદ મળ્યા.

ADVERTISEMENT
બોક્સ ઓફિસના આંકડાઓ
હવે કમાણીની વાત કરીએ તો, હનુમાન જેવી મોડર્ન માઇથોલોજી ફિલ્મ માટે જાણીતા તેજા સજ્જાની મિરાઈ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેના બજેટની તુલનામાં ફિલ્મે ઘણો વધારે નફો કર્યો છે અને વર્લ્ડવાઈડ માર્કેટમાં પણ સારો પ્રતિસાદ મળ્યું છે. માત્ર 6 દિવસમાં જ આ ફિલ્મે ભારતમાં 50.56 કરોડ નેટ અને વર્લ્ડવાઈડ 100 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મ ધીમે ધીમે દર્શકોનો વિશ્વાસ જીતી રહી છે અને લાંબા સમય સુધી સિનેમાઘરોમાં લોકોને જકડી રાખ્યા છે.
ADVERTISEMENT
અન્ય ફિલ્મોની કમાણી
હવે વાત કરીએ ટાઈગર શ્રોફ અને જુનિયર એનટીઆરની એક્શન ફિલ્મ બાગી 4ની. તેનું બજેટ 125 કરોડ હતું, પણ ભારતમાંથી તેણે માત્ર 51.97 કરોડ અને વર્લ્ડવાઈડ 65 કરોડની કમાણી કરી. મોટા સ્ટાર્સ અને જોરદાર એક્શન હોવા છતાં આ ફિલ્મ દર્શકોને પૂરી રીતે બાંધી શકી નહીં. ધ બંગાલ ફાઇલ્સનો હાલ તો ‘બાગી 4’ કરતાં પણ ખરાબ રહ્યો. મર્યાદિત રિલીઝના કારણે આ ફિલ્મ વર્લ્ડવાઈડ માત્ર 37 લાખ જ કમાણી કરી શકી અને ભારતમાં પણ માત્ર 15 કરોડ સુધી પહોંચી શકી.
ADVERTISEMENT
#Mirai Cross 81.2 Crores Worldwide box office collection in just 3 days 💥.#MiraiMovie #TejaSajja pic.twitter.com/NsRG2wXolG
— Being Shivam (@beingshivam_90) September 15, 2025
હોરર ફિલ્મ ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સએ શરૂઆતના બે દિવસોમાં સારી કમાણી કરી અને હોરર ચાહકોને સિનેમાઘરો સુધી ખેંચ્યા. પરંતુ ત્યારબાદ ફિલ્મની ગતિ ધીમી પડી ગઈ. બીજી તરફ, મિરાઈ સતત સારું પરફોર્મ કરતી રહી અને ખાસ કરીને વીકએન્ડ પર પણ દર્શકોની ભીડ જળવાઈ રહી. આ હોરર ફિલ્મની તુલનામાં તેજા સજ્જાની ફિલ્મ વધુ દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે. જોકે, આ પહેલા લાસ્ટ રાઇટ્સે સારી કમાણી કરી હતી. આ ફિલ્મે ભારતમાં 74.75 કરોડ અને વર્લ્ડવાઈડ 2,770 કરોડની કમાણી કરી.
ADVERTISEMENT
કુલ મળીને જોવામાં આવે તો, તેજા સજ્જાની ફેન્ટસી એક્શન ડ્રામા મિરાઈએ ‘બાગી 4’, ‘ધ બંગાળ ફાઇલ્સ’ અને ‘ધ કન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સ’ને કમાણીના મામલે પાછળ મૂકી દીધા છે. દર્શકોની પ્રતિક્રિયા, પ્રશંસા અને સતત કમાણીથી આ ફિલ્મ વર્ષ 2025ની સૌથી મોટી સરપ્રાઈઝ હિટ સાબિત થઈ છે.
વધુ વાંચો: 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ના પ્રીમિયરમાં આકાશ અંબાણી સાથે સ્ટાઈલિશ લૂકમાં શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ
બાકી ફિલ્મોએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ મિરાઈની વાર્તા અને માર્કેટિંગે તેને સૌથી અલગ અને લોકપ્રિય બનાવી દીધી. આ સાબિત કરે છે કે સારા કન્ટેન્ટ અને લાગણીથી ભરેલી ફિલ્મ હંમેશા દર્શકોના દિલ જીતી લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.