બ્રેકિંગ ન્યુઝ
સોશિયલ મીડિયામાં ફિલ્મી સ્ટાર તેમજ અનેક જાણીતી હસ્તીઓના મોતના સમાચારની અફવાઓ ઉડતી હોય છે જેનાં કારણે તેમને મુશ્કેલી થતી હોય છે. ત્યારે હવે ફરી બોલિવૂડ અભિનેતાના મોતના સમાચારે જોર પકડ્યું હતું. દિગ્ગજ અભિનાતાના નિધનના સમાચારથી હડકંપ મચી ગયો છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં સમાચારનો મારો ચાલ્યો
બોલિવૂડના પીઢ અભિનેતા અને હાસ્ય કલાકાર અસરાની વિશે એક ખોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે કોઈપણ માહિતી વિના તેમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. જ્યારે અસરાની સંપૂર્ણપણે સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર અસરાનીના મૃત્યુના બધા સમાચાર ખોટા છે. તેઓ હાલમાં 84 વર્ષના છે અને તેમના પરિવાર સાથે રહે છે.
ADVERTISEMENT

અસરાનીનો જન્મ સિંધી મધ્યમ વર્ગના પરિવારમાં થયો
ADVERTISEMENT
અસરાનીનો જન્મ એક સિંધી મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. દેશના ભાગલા પડતા તેમના પિતા જયપુર શિફ્ટ થયા હતા અને કાર્પેટની દુકાન ખોલી હતી. તેમને ચાર બહેનો અને ત્રણ ભાઈઓ હતા. કેટલાકે કૌટુંબિક લોકોએ વ્યવસાય સંભાળ્યો પરંતુ અસરાનીએ સંપૂર્ણપણે નવો રસ્તો પસંદ કર્યો. લોકો હજુ પણ તેમને તેમની કારકિર્દીમાં શોલેના જેલર તરીકે યાદ કરે છે.
વધુ વાંચો: વિદ્યા બાલનનું જબરદસ્ત ટ્રાન્ફોર્મેશન! બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ
ADVERTISEMENT
અસરાનીએ રાજસ્થાનથી ગ્રેજ્યુએશન કર્યું હતું
આ પછી ઝેવિયર્સ સ્કૂલમાંથી આગળનો અભ્યાસ કર્યો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક વોઈસ આર્ટિસ્ટ તરીકે કરી હતી. પછી તેઓ ફિલ્મોમાં જોડાયા અને તેમની પહેલી ફિલ્મ હરે કાંચ કી ચૂડિયાં (1969) હતી. બાદમાં, તેઓ ઘણી સહાયક ભૂમિકાઓમાં દેખાયા અને ઘણી ખ્યાતિ મેળવી હતી. અસરાનીએ શોલે, બાવર્ચી, અભિમાન, અનામિકા, અજનબી, છોટી સી બાત, રફુ ચક્કર થી મિલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે વર્ષ 2023માં નોન સ્ટોપ ધમાલ અને ડ્રીમગર્લ 2માં જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.