બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / The Bengal Files Review: રૂંવાડા ઊભા કરી દેશે ફિલ્મનો એક્સપિરિયન્સ, ખુદ અનુપમ ખેરે કરી જોવાની અપીલ
Last Updated: 11:21 AM, 5 September 2025
મશહૂર ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની પોલિટિકલ થ્રિલર મૂવી ધ બંગાલ ફાઇલ્સ આજે ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝ થતાં જ આ ફિલ્મના રિવ્યુ સામે આવવા લાગ્યા છે. કોઈ આ ફિલ્મને રૂંવાડા ઊભા કરી નાખે તેવી ગણાવે છે તો કોઈએ કહ્યું છે કે આ મૂવી તમને અંદરથી હચમચાવી દેશે.
ADVERTISEMENT
જો તમે પણ આ મૂવી જોવાનો પ્લાન કરી રહ્યા છો તો ટિકિટ બુક કરતાં પહેલા જાણી લો આ પોલિટિકલ થ્રિલર મૂવીનો સાચો રિવ્યુ.
ધ બંગાલ ફાઇલ્સ
ADVERTISEMENT
આ ફિલ્મ વર્ષ 1946ના બંગાલના ઉથલપાથલ ભરેલા બનાવોને રજૂ કરે છે, જેમાં ગ્રેટ કલકત્તા કિલિંગ, ડાયરેક્ટ એક્શન ડે અને નોઆખલી રમખાણોનો સમાવેશ કર્યો છે. આ મૂવીને લઈને દર્શકોની તરફથી રિવ્યૂઝ સામે આવી રહ્યા છે. ચાલો જાણીએ લોકો શું કહી રહ્યા છે?
ફિલ્મ નિષ્ણાત જયસવાલ ધ બંગાલ ફાઇલ્સ અંગે પોતાના રિવ્યૂમાં કહે છે,
ADVERTISEMENT
“હું હજુ સુધી ફિલ્મમાં સિમરત કૌરની મોનોલોગ ભૂલી શકતો નથી. કેટલું જોરદાર અભિનય હતું, કેવી સુંદર કલાકાર છે તે. ખરેખર પુરસ્કારને લાયક એક્ટિંગ કર્યું છે.”
એક યૂઝરે ફિલ્મને હાર્ટબ્રેકિંગ કહી છે તો બીજા એ લખ્યું કે,
ADVERTISEMENT
'આ ફિલ્મ તમને ડરાવશે અને બેચેન કરી દેશે.'
તે સિવાય કેટલાક યૂઝર્સે ધ બંગાલ ફાઇલ્સને માત્ર મૂવી નહીં પરંતુ એક સાચી હકીકત ગણાવી છે.
ADVERTISEMENT
ધ બંગાલ ફાઇલ્સ રિલીઝ થતા જ નેટિઝન્સની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. ફિલ્મ જોયા પછી એક યૂઝરે કહ્યું,
“આ માત્ર એક ફિલ્મ નથી. 16 ઑગસ્ટ 1946ના ડાયરેક્ટ એક્શન ડેનું એક હચમચાવી નાખનારું સત્ય છે. જે લોકો તેને નકારી રહ્યા છે તેમને શરમથી માથું ઝૂકાવી દેવું જોઈએ.”
ADVERTISEMENT
બીજા યૂઝરે કહ્યું,
“રૂંવાડા ઉભા કરી દે તેવી આ ફિલ્મ છે. આ એવું સત્ય છે જે ભારત વર્ષોથી અવગણતું આવ્યું છે. સિનેમેટિક રીતે અદ્ભુત, ટેક્નિકલી ઉત્તમ અને લાગણીઓથી ભરપૂર છે. સુંદર અભિનય અને મજબૂત સામાજિક સંદેશ છે.”
રિલીઝ થતાં જ ભારે કમાણીની આશા
મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર અભિનીત ફિલ્મ ધ બંગાલ ફાઇલ્સની એડવાન્સ બુકિંગ રિપોર્ટ પણ સામે આવી ગઈ છે. માહિતી મુજબ આ પોલિટિકલ ડ્રામા ફિલ્મ માટે અત્યાર સુધીમાં લગભગ 6340 ટિકિટો વેચાઈ ગઈ છે. જેના કારણે એડવાન્સ બુકિંગ કમાણી 18.41 લાખ સુધી પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પ્રથમ દિવસે 1 થી 2 કરોડનું કલેક્શન કરી શકે છે.
Congratulations and best wishes to @vivekagnihotri #PallaviJoshi @AbhishekOfficl and the entire team of #TheBengalFiles on the release of the film today. It is an important film of our times. Please go and watch it in the theatres! 😍🙏 pic.twitter.com/kAOD4Me88t
— Anupam Kher (@AnupamPKher) September 5, 2025
અનુપમ ખેરે કરી અપીલ
ફિલ્મ રિલીઝ થતાં જ અનુપમ ખેરે સોશિયલ મીડીયામાં પોસ્ટ કરીને અપીલ કરી હતી કે,
'આ મૂવી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. પ્લીઝ આ મૂવી જોવા જાઓ.'
વધુ વાંચો : પલ્લવી જોશીએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, ફિલ્મ 'ધ બંગાલ ફાઈલ્સ'ને લઈ કરી આ અપીલ
ધ બંગાલ ફાઇલ્સને અભિષેક અગરવાલ, પલ્લવી જોશી અને વિવેક રંજન અગ્નિહોત્રીએ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અનુપમ ખેર અને દર્શન કુમાર જેવા કલાકારો છે. આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીની ફાઇલ્સ ટ્રાયોલોજીનો એક ભાગ છે, જેમાં ધ કશ્મીર ફાઇલ્સ અને ધ તાશ્કંદ ફાઇલ્સનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ તેજ નારાયણ અગ્રવાલ અને આઈ એમ બુધ્ધા પ્રોડક્શન દ્વારા રજૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.