બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / પલ્લવી જોશીએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, ફિલ્મ 'ધ બંગાલ ફાઈલ્સ'ને લઈ કરી આ અપીલ

મનોરંજન / પલ્લવી જોશીએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, ફિલ્મ 'ધ બંગાલ ફાઈલ્સ'ને લઈ કરી આ અપીલ

Last Updated: 10:24 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ની નિર્માતા પલ્લવી જોશીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખી, બંગાળમાં ફિલ્મ રિલીઝની મંજૂરી માગી. 5 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મનો બંગાળમાં તીવ્ર વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે થિયેટર માલિકો ડરી રહ્યા છે.પલ્લવી જોશીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પશ્ચિમ બંગાળમાં ફિલ્મ રિલીઝ કરવા અપીલ કરી.

વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ 5 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ફાઈલ્સ ટ્રાયોલોજીનો અંતિમ ભાગ છે, જેમાં 1946ના ડાયરેક્ટ એક્શન ડેના હિન્દુ નરસંહાર, નોઆખલીની ભયાવહ ઘટનાઓ અને ભારતના વિભાજનના આઘાતને દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ ફિલ્મનો પશ્ચિમ બંગાળમાં તીવ્ર વિરોધ થઈ રહ્યો છે, અને થિયેટર માલિકોએ રાજકીય દબાણ અને હિંસાના ડરને કારણે ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. આ સંજોગોમાં ફિલ્મની નિર્માતા અને અભિનેત્રી પલ્લવી જોશીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક ખુલ્લો પત્ર લખીને બંગાળમાં ફિલ્મ રિલીઝ કરવા માટે સંરક્ષણની અપીલ કરી છે.

પલ્લવી જોશીનો રાષ્ટ્રપતિને પત્ર

પલ્લવી જોશીએ પોતાના પત્રમાં લખ્યું, “આદરણીય રાષ્ટ્રપતિ મહોદયા, ભારે હૃદયે હું તમારી પાસે કોઈ ઉપકાર માટે નહીં, પરંતુ સંરક્ષણ માટે અપીલ કરું છું. ‘ધ બંગાળ ફાઈલ્સ’ 5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે, જે ફાઈલ્સ ટ્રાયોલોજીનો અંતિમ ભાગ છે. આ ફિલ્મ ડાયરેક્ટ એક્શન ડેના હિન્દુ નરસંહાર, નોઆખલીની ભયાવહ ઘટનાઓ અને વિભાજનના આઘાતની દબાયેલી સચ્ચાઈને ઉજાગર કરે છે.” તેમણે આગળ જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળમાં સચ્ચાઈ પર હુમલો થઈ રહ્યો છે. ફિલ્મ પૂર્ણ થતાં પહેલાં જ મુખ્યમંત્રીએ તેની મજાક ઉડાવી હતી. ત્યારથી બિનઆધારિત FIR દાખલ કરવામાં આવી, અમારું ટ્રેલર પોલીસે રોક્યું, અખબારો એડવર્ટાઈઝમેન્ટ આપવાથી ડરે છે, અને મારા પરિવારને રાજકીય કાર્યકરો દ્વારા રોજ ધમકીઓ મળે છે.”

Promo New Parul

પલ્લવીએ પોતાના પત્રમાં આગળ જણાવ્યું કે, “થિયેટર માલિકો અમને જણાવે છે કે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે અને સત્તાધારી પક્ષના કાર્યકરોની હિંસાના ડરથી ફિલ્મ બતાવવાનો ઈનકાર કરી રહ્યા છે. કોઈ સત્તાવાર પ્રતિબંધ નથી, છતાં અનૌપચારિક પ્રતિબંધ ફિલ્મને લોકો સુધી પહોંચતા અટકાવે છે.” તેમણે રાષ્ટ્રપતિને વિનંતી કરી કે, “હું ફિલ્મ માટે કોઈ ઉપકાર નથી માગતી, પરંતુ કલા, સત્ય અને મા ભારતીની આત્માને નિર્ભય રીતે બોલવા માટે જગ્યા ઈચ્છું છું. તમે મારી અંતિમ આશા છો. કૃપા કરીને અમારા બંધારણીય અધિકારોનું રક્ષણ કરો અને ‘ધ બંગાળ ફાઈલ્સ’ ને પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્વક રિલીઝ થવા દો.” પલ્લવીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો કે પદ્મ ભૂષણ પુરસ્કૃત અભિનેતા વિક્ટર બેનર્જી અને ભારત તેમજ વિદેશમાં રહેતી અનેક બંગાળી સંસ્થાઓએ ફિલ્મના રિલીઝ માટે રાષ્ટ્રપતિને અરજી કરી છે. તેમણે કહ્યું, “આ ટેકો બતાવે છે કે સત્યના હજુ પણ સાથીઓ છે.”

વધુમાં વાંચો: 'દિવાળી પહેલા જ લોકોને મોટી ભેટ' ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળે GST રિફોર્મના નિર્ણયને વધાવ્યો

‘ધ બંગાળ ફાઈલ્સ’ વિશે

‘ધ બંગાળ ફાઈલ્સ’ એ વિવેક અગ્નિહોત્રીની ‘ફાઈલ્સ ટ્રાયોલોજી’નો અંતિમ ભાગ છે, જેમાં અગાઉ ‘દ તાશ્કંદ ફાઈલ્સ’ (2019) અને ‘દ કાશ્મીર ફાઈલ્સ’ (2022)નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં પલ્લવી જોશી, અનુપમ ખેર, દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકાઓમાં છે. 204 મિનિટની આ ફિલ્મને CBFC દ્વારા ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેમાં ભારે હિંસા અને ગંભીર દ્રશ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pallavi Joshi President Droupadi Murmu The Bengal Files
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ