બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'દિવાળી પહેલા જ લોકોને મોટી ભેટ' ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળે GST રિફોર્મના નિર્ણયને વધાવ્યો
Last Updated: 08:10 PM, 4 September 2025
GST રિફોર્મ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીમંડળે નિર્ણયને આવકાર્યો. નાણામંત્રી કનુ દેસાઈ, પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ,કૃષિમંત્રી રાઘવજી પટેલે ખુશી વ્યક્ત કરી સરકારના નિર્ણયને વધાવી લીધો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ દિવાળી પહેલા જ દેશના લોકોને ભેટ આપી છે...સરકારનો દરેક નિર્ણય નાના અને મધ્યમ વર્ગના લોકોને કેન્દ્રિત હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નાણામંત્રી કનુ દેસાઈએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, નવા GST દરમાં રોટી, કપડા અને મકાનનું ખાસ ધ્યાન રખાયું છે...તો મધ્યમ વર્ગના લોકોને ઈન્કમટેક્સ પછી મોટી રાહત મળી હોવાની પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે વાત કરી...GST સ્લેબમાં ઘટાડો થતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર સરકારનો આભાર માન્યો.
'નવા GST દરમાં રોટી, કપડા અને મકાનનું ખાસ ધ્યાન રખાયું છે', નાણામંત્રી કનુ દેસાઈનું નિવેદન#gandhinagar #GST #Kanudesai #financeministergujarat #VTVDigital pic.twitter.com/aNq46i3766
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 4, 2025
ADVERTISEMENT
મહત્વનું છે કે GST કાઉન્સિલની તાજેતરની બેઠકથી દેશના લોકો અને વેપારીઓને મોટી રાહત મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST દરોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દેશમાં GST સ્લેબ ફક્ત 5% અને 18% રહેશે. કારણ કે 12% અને 28%ના લાગુ દરો નાબૂદ કરવામાં આવ્યા છે. આ ફેરફારો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે અને તેને દિવાળી ભેટ તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે. GST કાઉન્સિલે ઘણી દૈનિક આવશ્યક વસ્તુઓ, આરોગ્ય સેવાઓ અને ખાદ્ય ઉત્પાદનો પર GST દર શૂન્ય કરી દીધો છે.
આ પણ વાંચોઃ CM પહોંચ્યા દિલ્હી, ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત વચ્ચે ગરમાયું ગુજરાતનું રાજકારણ
ADVERTISEMENT
શેમ્પૂ, સાબુ, તેલ સહિત ઘરમાં વપરાતી રોજિંદા ઉપયોગની વસ્તુઓ પર હવે 5%ના જીએસટી સ્લેબમાં આવી છે. . આ ઉપરાંત, નમકીન, પાસ્તા, કોફી, નૂડલ્સ પણ 5% ના સ્લેબમાં સમાવવામાં આવી છે. થર્મોમીટર અને ગ્લુકોમીટરને પણ 18% થી ઘટાડીને આ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે. ચીઝ અને માખણ પર 12% ને બદલે 5% કર લાગશે અને સરકારે ખાતર પરનો ટેક્સ પણ 18% થી ઘટાડીને 5% કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.