બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ PM મોદીનું પહેલું રિએક્શન, જાણો શું કહ્યું
Last Updated: 08:55 PM, 10 June 2026
કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પુર્ણ થવા પર નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનડીએની એક મોટી બેઠક યોજાઈ હતી. એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારા જીવનમાં આ તબક્કો આવશે. આ રાજકીય યાત્રાએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આટલા લાંબા સમય સુધી ભારત માતાની સેવા કરવાનો લહાવો ફક્ત ભગવાનની વિશેષ કૃપાથી જ શક્ય બન્યો. મારા માટે જનતા ઇશ્વરનું રૂપ છે. આ પ્રેમ બદલ આભાર."
ADVERTISEMENT
કોંગ્રેસના વિશ્વાસઘાત પછી લોકોએ NDA પર વિશ્વાસ મૂક્યો: PM
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના વિશ્વાસઘાત પછી લોકોએ એનડીએ પર વિશ્વાસ મૂક્યો. તેમણે કહ્યું, "2014 પહેલાના દાયકાઓ ખૂબ જ અસ્થિરતા અને ઉથલપાથલથી ભરેલા હતા. આના કારણે દેશે ઘણું નુકસાન સહન કર્યું હતું, પરંતુ હવે દેશના લોકો સ્થિર સરકારના કાર્યને જોઈ રહ્યા છે અને તેની નિર્ણાયકતાના પ્રશંસક છે. આજે હું આ દેશના મહાન લોકોને સલામ કરું છું અને જનતા-જનાર્દનનો આભાર માનું છું.
ADVERTISEMENT
એનડીએ નેતાઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, "જ્યારે 2014માં એનડીએ જીત્યું, ત્યારે મેં કહ્યું હતું કે આજે દેશના સામાન્ય લોકોમાં એક નવી આશા જાગી છે. આ આશાને જાળવી રાખવી આપણા બધા માટે એક મોટી જવાબદારી હતી. કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશના લોકોએ આપણા પર પોતાનો વિશ્વાસ મૂક્યો હતો. આજે મને સંતોષ અને ગર્વ છે કે એનડીએ પરિવાર તરીકે અમે હંમેશા દેશનો વિશ્વાસ મજબૂત કર્યો છે."
દેશ કોંગ્રેસના ક્રુચક્રથી મુક્ત થયો: પીએમ મોદી
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું, "એનડીએના 12 વર્ષની એક મોટી સફળતા એ છે કે દેશ કોંગ્રેસના કુચક્રથી આઝાદ થયો છે." કોંગ્રેસે દેશને લાચારી, બેચારગી અને હીન ભાવનાના ખાડામાં ધકેલી દીધો હતો." દેશને એવો અહેસાસ કરાવાયો ભારતમાં વિકાસ ધીરે ધીરે થાય છે, ઝડપી વિકાસ શક્ય નથી. ધીમા વિકાસને ચતુરાઈથી એક નામ આપવામાં આવ્યું હતું: "હિન્દુ વિકાસ દર", જેનો અર્થ કોંગ્રેસની કાર્યશૈલી, કોંગ્રેસની જવાબદારી અને કોંગ્રેસની નિષ્ફળતા થાય છે. હિન્દુ ગ્રોથ રેટ એટલે કાર્યશૈલી કોંગ્રેસની, દાયિત્વ કોંગ્રેસનું, વિફળતા કોંગ્રેસની પરંતુ કલંક દેશની મોટી હિન્દુ વસ્તીના નામે લગાવવામાં આવ્યો. પરંતુ હકિકતમાં આ કૃસંસ્કૃતિનું નામ હોવું જોઇતું હતુ કોંગરેસ ગ્રોથ રેટ.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / ઘર, ટેક્સ અને બેન્કિંગ... મિડલ ક્લાસની જિંદગી બદલનાર 6 મોટા નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "પ્રશ્ન એ છે કે જો 12 વર્ષમાં આટલું બધું થઈ શકે છે, તો દાયકાઓ સુધી કેમ ન થયું? 'કોંગ્રેસના વિકાસ દર' અને 'એનડીએ વિકાસ દર' વચ્ચે આ તફાવત છે. એક સિસ્ટમ લોકોને રાહ જોવ જોવડાવતી હતી. આજની સિસ્ટમ પરિણામો બતાવે છે. એક સિસ્ટમે કામ અટકી ગયું અને વિલંબિત કર્યું. આજની સિસ્ટમ કહે છે, 'કામ હવે સમયસર અને મોટા પાયે થશે.' તેથી 2014 થી 2026 સુધીની કહાની ફક્ત આંકડાઓની વાર્તા નથી, તે એક એવા ભારતની કહાની છે જેણે પહેલીવાર તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાનો નિર્ણય લીધો છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.