બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું iPhone ને કારણે ઓછા બાળકો જન્મી રહ્યા છે? રિસર્ચમાં દાવો

Birth Rate / શું iPhone ને કારણે ઓછા બાળકો જન્મી રહ્યા છે? રિસર્ચમાં દાવો

Ajitsinh Jadeja

Last Updated: 09:58 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Birth Rate: શું તમારા ખિસ્સામાં રાખેલો iPhone ફક્ત એક સ્માર્ટફોન છે... કે તે ચુપચાપ આખી દુનિયાનું ભવિષ્ય બદલી રહ્યો છે?

Birth Rate: શું તમારા ખિસ્સામાં રાખેલો iPhone ફક્ત એક સ્માર્ટફોન છે... કે તે ચુપચાપ આખી દુનિયાનું ભવિષ્ય બદલી રહ્યો છે? એક એવી રિસર્ચ સામે આવી છે જેણે વૈજ્ઞાનિકોને પણ ચોકાવી દીધા છે. એક નાનું ઉપકરણ જન્મ દરમાં ઘટાડા સાથે કેવી રીતે જોડાયું? સત્ય જાણીને તમને આશ્ચર્ય થશે.

એપલએ 2007 માં આઇફોનને દુનિયા સમક્ષ મુક્યો હતો. તે સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક નાનું ઉપકરણ જે તમારા ખિસ્સામાં ફિટ થાય છે અને રોજિંદા જીવનને સરળ બનાવે છે તે પણ સમાજમાં આવા મોટા બદલાવ લાવી શકે છે. સંશોધન મુજબ સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો વધતો ઉપયોગ જન્મ દરને પણ અસર કરી શકે છે.

ચાલો જોઈએ કે આઇફોન અને આધુનિક સ્માર્ટફોન લોકોના માતા-પિતા બનવાની ખુશિઓ કેવી રીતે છીનવી રહ્યા છે.

શું iPhoneને કારણે ઓછો થઇ રહ્યો છે બર્થ રેટ?

રિસર્ચ સ્ટડીમાં 2007 થી સ્માર્ટફોન અને મોબાઇલ ઇન્ટરનેટના વધતા ઉપયોગની જન્મ દર પર અસર નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં સંશોધકો કેટલિન કે. માયર્સ અને એઝેકીલ હૂપરે તપાસ કરી કે શું સ્માર્ટફોનની લોકપ્રિયતા અને જન્મ દરમાં ઘટાડા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં.

વિશ્વભરમાં જન્મ દર કેમ ઘટી રહ્યો છે?

જેમ જેમ સ્માર્ટફોન લોકો સુધી પહોચવા લાગ્યા, તેમ તેમ લોકોનું મિત્રો અને પરિવાર સાથે આમને સામને મળવું બેસવું ઓછુ થવા લાગ્યું. લોકો હવે તેમના ફોન સ્ક્રીન પર વધુ સમય વિતાવવાનું પસંદ કરે છે.

સંશોધન મુજબ છેલ્લા બે દાયકામાં સોશલ ક્રિયાપ્રતિક્રિયામાં મોટો ઘટાડો થયો છે. લોકો ઓછા બહાર નીકળી રહ્યા છે, જેના કારણે રોમેન્ટિક સંબંધો બનાવવા અને તેને આગળ વધારવામાં તકો ઓછી થઈ રહી છે. આની અસર લાંબા સમયે લગ્ન અને બાળકો પર પડી શકે છે.

લોકો ઇન્ટરનેટની દુનિયામાં કેવી રીતે ખોવાઈ રહ્યા છે?

સંશોધન મુજબ લોકો ઇન્ટરનેટ પર પહેલા કરતાં વધુ સમય વિતાવે છે. મનોરંજન, સોશિયલ મીડિયા અને ઓનલાઇન કંટેંટમાં તેમની વધતી જતી રુચિને કારણે ઘણા લોકોને વાસ્તવિક દુનિયામાં નવા સંબંધો વિકસાવવા માટે ઓછો સમય મળે છે.

સંશોધકો માને છે કે સ્ક્રીન ટાઇમ લોકોની સોશલ એક્ટિવિટીને અસર કરી શકે છે, જેનાથી સંબંધો બનવાની ગતિ ધીમી પડી શકે છે.

સ્માર્ટફોનની મદદથી આજે કોઇ પણ જાણકારી સુધી પહોચવું સરળ બની ગયુ છે. લોકો કુટુંબ નિયોજન અને કંટ્રાસેપ્ટિવ અંગેની માહિતી સરળતાથી મેળવી શકે છે.

આ સાથે પ્રાઇવેસીમાં પણ વધારો થયો છે, જેના કારણે લોકો તેમની પસંદગીઓ અનુસાર ફેમિલી પ્લાનિંગ કરી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે માહિતીમાં સુધારો થવાથી એક્સીડેંટલ પ્રેગનેંસીના મામલામાં ઘટાડો થયો છે, જેની અસર જન્મ દરમાં દેખાય છે.

VTV ADD

આ પણ વાંચોઃ નેશનલ / જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ PM મોદીનું પહેલું રિએક્શન, જાણો શું કહ્યું

ફક્ત અમેરિકા નહી, ઘણા દેશોમાં જોવા મળ્યો આ ટ્રેંડ

આ બદલાવ ફક્ત અમેરિકા સુધી સિમિત નથી. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા ઉપયોગ સાથે મેક્સિકો, ઈરાન અને તુર્કી સહિતના ઘણા દેશોમાં જન્મ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે એવું કહેવું ખોટું હશે કે આ માટે ફક્ત આઇફોન જ જવાબદાર છે. જન્મ દરમાં ઘટાડા માટે ઘણા બીજા કારણો મળીને કામ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone Apple Birth Rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ