બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડનગરમાં PM મોદીના 12 વર્ષના સુશાસનની ભવ્ય ઉજવણી, મહાઆરતીમાં દિગ્ગજ નેતાઓ જોડાયા

ઉજવણી / વડનગરમાં PM મોદીના 12 વર્ષના સુશાસનની ભવ્ય ઉજવણી, મહાઆરતીમાં દિગ્ગજ નેતાઓ જોડાયા

Pravin Joshi

Last Updated: 11:00 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં તેમના વતન વડનગરમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસદ મયંક નાયકની ઉપસ્થિતિમાં પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં મહાઆરતી યોજાઈ હતી.

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ, રાષ્ટ્રલક્ષી અને દૂરોગામી શાસનના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આજે તેમના વતન વડનગર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય અને દિવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના વતનના પનોતા પુત્રની વૈશ્વિક સિદ્ધિઓને વધાવવા માટે સમગ્ર વડનગર જાણે ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાયું હતું. આ ગૌરવશાળી ક્ષણોને યાદગાર બનાવવા માટે વડનગરના ઐતિહાસિક સ્થાપત્યોને દીવાના પ્રકાશથી ઝળહળતા કરવામાં આવ્યા હતા, જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

PM Modi 12 Years of Governance

સાંજના સમયે વડનગરના હૃદય સમાન અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં એક અભૂતપૂર્વ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શંખનાદ, ડમરુના અવાજ અને મંત્રોચ્ચાર સાથે યોજાયેલી આ મહાઆરતીમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ મયંક નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશની ઉન્નતિની કામના સાથે યોજાયેલી આ આરતીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, સ્થાનીય પદાધિકારીઓ અને હજારોની મેદનીમાં કાર્યકરો અત્યંત ઉત્સાહભેર જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજના આ દિવસને સમગ્ર દેશ અને ગુજરાત માટે અત્યંત ઐતિહાસિક અને પ્રેરણાદાયી ગણાવ્યો હતો.

pm-modinewss

આ મંગલમય અવસરની ઉજવણી અદ્ભુત સાંસ્કૃતિક નજારામાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે વડનગરના જગપ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવના ઘાટ અને હાટકેશ્વર મંદિર પરિસરમાં એકસાથે 10,000 પવિત્ર દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. દીવાના આ ઝળહળાટને કારણે સમગ્ર વડનગર જાણે મિની દિવાળી ઉજવી રહ્યું હોય તેવો અદ્ભુત ભાસ થતો હતો. પાણીમાં પડતા દીવાના પ્રતિબિંબે શર્મિષ્ઠા તળાવની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. પોતાના લાડીલા નેતા પ્રત્યેનો સ્નેહ અને આદર પ્રગટ કરવા વડનગરવાસીઓમાં એક અનોખો થનગનાટ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ Weather / ચોમાસું આવી ગયું કે પછી ભ્રમ? હવામાન વિભાગના દાવા વચ્ચે વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી

વડનગરના આ ઉત્સવમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ માત્ર ધાર્મિક કાર્યક્રમો જ નહીં, પરંતુ સામાજિક અને શૈક્ષણિક પ્રકલ્પોને પણ પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે વડનગરની ઐતિહાસિક અને કેન્દ્ર સરકારના વિશેષ પ્રોજેક્ટ સમાન પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળી હતી. આ ઉપરાંત, વડાપ્રધાનના સૌથી પ્રિય એવા સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરવાના ભાગરૂપે તેમણે વડનગરમાં સફાઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. વડનગરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે અવિરત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સ્થાનિક સફાઈ કર્મચારીઓનું જગદીશ વિશ્વકર્માએ જાતે શાલ ઓઢાડીને ભાવભીનું બહુમાન કર્યું હતું, જે વહીવટી અને સંગઠનાત્મક સ્તરે ખૂબ જ પ્રશંસનીય પગલું માનવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

12YearsOfModiGovernance PMModi VadnagarCelebrates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ