બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM પહોંચ્યા દિલ્હી, ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત વચ્ચે ગરમાયું ગુજરાતનું રાજકારણ

રાજનીતિ / CM પહોંચ્યા દિલ્હી, ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત વચ્ચે ગરમાયું ગુજરાતનું રાજકારણ

Priykant Shrimali

Last Updated: 01:46 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Bhupendra Patel Meets PM Modi : ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખની નવી નિમણૂક ગમે ત્યારે થઈ શકે છે તેવી ચર્ચાઓ તેજ બની

CM Bhupendra Patel Meets PM Modi : ગુજરાતના રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતના CMભૂપેન્દ્ર પટેલ આજે અચાનક દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. મહત્વનું છે કે, આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી નહીં પરંતુ રાજ્યના રાજકીય અને નીતિગત પરિપ્રેક્ષ્યમાં અનેક સંકેતો પણ આપી ગઈ છે. રાજ્યના રાજકારણની હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સંભવિત રીતે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે નિર્ધારિત સમય કરતા પહેલો દિલ્હીએ પહોંચી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રોડ શો પૂર્વે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આ રોડ શો આજે દિલ્હીમાં યોજાવાનો છે જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ પણ જોડાશે. વાયબ્રન્ટ ગુજરાત 2024 માટેનો આ રોડ શો નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવે છે, જે રાજ્યમાં રોકાણ અને વિકાસના નવા અવસરો ઊભા કરશે.

શું કહ્યું મુખ્યમંત્રીએ ?

મુખ્યમંત્રીએ કહ્યું કે, નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. તેઓએ વધુમાં જણાવ્યું કે, PM મોદીના નેતૃત્વમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના માધ્યમથી ગુજરાત મૂડીરોકાણકારો માટે ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ તરીકે ઊભરી આવ્યું છે. હવે ગુજરાતના જુદા-જુદા ઝોન માટે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સીસ’નું આયોજન કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા GST દરોમાં થયેલા ઘટાડાને આવકારતાં જણાવ્યું કે, કરોડો દેશવાસીઓના ઘરના બજેટમાં રાહત આપનાર આ પગલાં બદલ ગુજરાતના નાગરિકો વતી PM મોદીને આભાર વ્યક્ત કરું છું.

ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાતની સંભાવના

ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખની નવી નિમણૂક ગમે ત્યારે થઈ શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે. અગાઉ પણ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમ્યાન પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી, જોકે તે સમયે અંતિમ નિર્ણય જાહેર થયો નહોતો. પરંતુ આ વખતે મુખ્યમંત્રીના અચાનક દિલ્હી પ્રવાસને લીધે રાજકીય વર્તુળોમાં નવા પ્રમુખના નામ અંગે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો : ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડો: હવે માનો કે તમારે 100 યુનિટનો વપરાશ હોય, તો કેટલાની બચત થશે

મંત્રીમંડળમાં ફેરફારના સંકેત

મળતી માહિતી અનુસાર ભાજપ હાઈકમાન્ડ તરફથી મંત્રીમંડળના પુનર્ગઠન માટે પણ ચર્ચા થઈ શકે છે. આગામી ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં રાખીને કેટલાક મંત્રીઓની જગ્યાએ નવા ચહેરાઓને જવાબદારી આપવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel PM Modi Gujarat State President
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ