બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / સુંદરતા દેખાડવાના ચક્કરમાં કહાનીનો હાર્દ...! એક ક્લિકમાં વાંચો ફિલ્મ 'પરમસુંદરી'નો રિવ્યૂ

મનોરંજન / સુંદરતા દેખાડવાના ચક્કરમાં કહાનીનો હાર્દ...! એક ક્લિકમાં વાંચો ફિલ્મ 'પરમસુંદરી'નો રિવ્યૂ

Published By: Shilpa Parmar

Last Updated: 02:05 PM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

29 ઓગસ્ટ 2025ના રોજ ફિલ્મ પરમ સુંદરી રિલીઝ થઈ ચૂકી છે. જાણો બોલીવુડની ચાલતી આવેલી મોસ્ટ ફેવરિટ રોમકોમ કેટેગરીમાં બનાવવામાં આવેલી આ ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવી?

રોમાન્ટિક કોમેડી ફિલ્મ પરમ સુંદરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર મુખ્ય પત્રોમાં જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન તુષાર જલોટાએ કર્યું છે.

ફિલ્મની વાર્તા બોલીવુડની જૂની ચાલતી આવતી કેટેગરી રોમાન્ટિક કોમેડી મુજબ પસંદ કરવામાં આવી છે, જ્યાં પ્રેમ, હાસ્ય અને પરિવારના મૂલ્યોને મિક્સ કરીને એક મસાલેદાર કૉમેડી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ, નિષ્ણાતો અને દર્શકોના મતે, ફિલ્મ તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. જો તમારે આ ફિલ્મ જોવાની બાકી છે તો ટિકિટ બુક કરતાં પહેલા જાણી લો ફિલ્મ પરમ સુંદરીનો રિવ્યુ.

શું છે પરમ સુંદરીની કહાની?

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ફિલ્મ દિલ્હીના યુવાન પરમ સચદેવા (સિદ્ધાર્થ મલ્હોત્રા)ની આસપાસ ફરે છે. પોતાના પિતાની એક ખાસ ચેલેન્જ પૂરી કરવા માટે તે કેરળ જાય છે. કેરળના કુદરતી સોંદર્યમાં તેની મુલાકાત સુંદરી (જાન્હવી કપૂર) સાથે થાય છે. બંને વચ્ચે પહેલેથી જ ચાલતી ગેરસમજણને ફિલ્મમાં એક કોમેડી અને રોમેન્ટિક સીન સાથે બતાવામાં આવી છે. ફિલ્મમાં ફર્સ્ટ હાફ થોડો ઠંડો લાગે છે અને વાર્તા ખેંચાતી હોય તેવો અનુભવ થશે, જ્યારે સેકન્ડ હાફમાં કોમેડી થોડી વધારે જોવા મળશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પરમના પાત્રમાં નેચરલ અભિનય કર્યો છે. તેમનું સ્ક્રીન પ્રેઝન્સ મજબૂત જોવા મળ્યું છે. બીજી તરફ, જાન્હવી કપૂર વિશે મિક્સ પ્રતિભાવો જોવા મળ્યા છે. કેટલાક દર્શકોને તેમની ભાષા અને ઉચ્ચારણ નેચરલ લગતા ન હતાં, જેના કારણે કેટલીકવાર તેમનું પાત્ર દર્શકોને ઝકડી રાખવામાં અસફળ રહ્યું. છતાં, તેમનું વ્યક્તિત્વ અને સ્ક્રીન પરનો ચાર્મ ફિલ્મને આકર્ષક બનાવે છે.

ફિલ્મનું સંગીત

ફિલ્મનું સંગીત વિશેષ ઉલ્લેખનીય છે. કેરળની કુદરતી સુંદરતા અને લીલીછમ પ્રકૃતિ સાથે ફિલ્મનું સંગીત એકદમ નેચરલ વાઇબ્સ આપે છે. ફિલ્મના ગીતો પણ દર્શકોને ખૂબ ગમી રહ્યા છે. પરંતુ, બોક્સ ઓફિસ પર ફિલ્મ ખાસ પ્રદર્શન કરી શકી નથી.

વધુ વાંચો : VIDEO: રોમાન્સ અને કોમેડીનું કોકટેલ, વરુણ-જાન્હવીની 'સની સંસ્કારી કી તુલસી કુમારી'નું ટીઝર રિલીઝ

જુની સ્ટોરીલાઇન પર આધારિત ફિલ્મ પરમ સુંદરી રોમાન્ટિક કોમેડી પસંદ કરનારાઓ માટે મનોરંજન પૂરુ પાડે છે, પણ સામાન્ય દર્શકો માટે તે તેમની અપેક્ષા પર ખરી ઉતરી શકી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Janhvi Kapoor Param Sundari Review Sidharth Malhotra

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ