બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: રોમાન્સ અને કોમેડીનું કોકટેલ, વરુણ-જાન્હવીની 'સની સંસ્કારી કી તુલસી કુમારી'નું ટીઝર રિલીઝ
Last Updated: 05:56 PM, 29 August 2025
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની નવી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીનું પહેલું ટીઝર આજે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. ફક્ત 52 સેકન્ડનો આ ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ થતા જ ચર્ચાનો વિષય બની ગયો છે અને ફેન્સમાં ફિલ્મ માટે ઉત્સાહ વધી ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીઝરની શરૂઆતમાં વરુણ ધવન બાહુબલીના લુકમાં નજરે પડે છે, જ્યારે તેમની સાથે અભિનેતા અભિનવ શર્મા કટપ્પાના રોલમાં દેખાય છે. એન્ટ્રી સીનમાં હાસ્યભર્યું ડાયલૉગ્સ, પછી વર્ણ ધવન પોતાના સાચા લુકમાં આવી કહે છે, મારું નામ છે સની સંસ્કારી. ત્યાંજ લાલ સાડીમાં જાહ્નવી કપૂરની એન્ટ્રી ફેન્સને મંત્રમુગ્ધ કરે છે. સાથે જ સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફનો પાવરફુલ લુક પણ જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં સોનુ નિગમનું લોકપ્રિય ગીત ‘તુઝે લાગે ના નજરિયા’ વાગે છે, જે ટીઝરને વધુ દિલચસ્પ બનાવે છે. ડાન્સ સીક્વેન્સ અને કોમેડી તત્વો તેને એક ફેમિલી એન્ટરટેઈનર બનાવે છે.
ADVERTISEMENT
ફિલ્મમાં વરુણ અને જાહ્નવી ઉપરાંત સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, અભિનવ શર્મા, મનીષ પૉલ અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાને કર્યું છે અને તેનો નિર્માણ કરણ જોહરનાં ધર્મા પ્રોડક્શન હેઠળ થયો છે. સની સંસ્કારીની તુલસી કુમારી આવતા દશેરા, 2 ઑક્ટોબર 2025ના રોજ રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે ફિલ્મનો ટકરાવ એ જ દિવસે રિલીઝ થતી ઋષભ શેટ્ટીની કંતારા: ચેપ્ટર 1 સાથે થવાનો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : સાઉથ સુપરસ્ટારે 12 વર્ષ નાની અભિનેત્રી સાથે કરી સગાઈ, જુઓ પહેલી તસવીર
IMDb મુજબ ફિલ્મમાં દિલ્હી સ્થિત બે જૂના પ્રેમીઓની સ્ટોરી છે, જે ફરી એકવાર તેમના સંબંધને જીવંત કરવાનો પ્રયાસ કરે છે. એ જ કારણે કૉમેડી, ડ્રામા અને રોમાન્સથી ભરપૂર મજેદાર ટવિસ્ટ્સ જોવા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.