બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સાઉથ સુપરસ્ટારે 12 વર્ષ નાની અભિનેત્રી સાથે કરી સગાઈ, જુઓ પહેલી તસવીર

મનોરંજન / સાઉથ સુપરસ્ટારે 12 વર્ષ નાની અભિનેત્રી સાથે કરી સગાઈ, જુઓ પહેલી તસવીર

Ajit Jadeja

Last Updated: 04:37 PM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vishal Gets Engaged with Sai Dhanshika : અભિનેતા વિશાલ અને અભિનેત્રી સાઈ ધનશીકાએ સગાઇ કરી લીધી છે. આ બંને એક્ટર્સ ખુબ જાણીતા છે.

Vishal Gets Engaged with Sai Dhanshika : અભિનેતા વિશાલ અને અભિનેત્રી સાઈ ધનશીકાએ સગાઇ કરી લીધી છે. આ બંને એક્ટર્સ ખુબ જાણીતા છે. તમિલ ફિલ્મ ઇડસ્ટ્રીના જાણીતા અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડી આજે તેમનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક્ટર વિશાલ અને સાઇ ધનશીકાએ થોડા મહિલાઓ પહેલા એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમણે શુક્રવારે નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં આ દંપતીએ સગાઈ કરી છે.

Sai-Dhanshika

અભિનેતા વિશાલે આજે અભિનેત્રી સાઈ ધનશીકા સાથે તેના જન્મદિવસે સગાઈ કરી હતી જે એક ખાસ સિદ્ધિ હતી. આ ખાનગી સમારોહમાં નજીકના પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા અને તે ચેન્નાઈમાં યોજાયો હતો. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીરો શેર કરી છે.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

વિશાલે તેના એક્સ હેન્ડલ પર તસવીરો શેર કરી અને લખ્યું, 'મારા ખાસ જન્મદિવસ પર મને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપવા બદલ બધા પ્રિયજનોનો આભાર. આજે સાઈ ધનશીકા સાથેની મારી સગાઈના સારા સમાચાર શેર કરતા ખુશ છું. તસવીરોમાં બંને પરંપરાગત વસ્ત્રોમાં ગળામાં માળા પહેરેલા જોવા મળે છે,

આ જાહેરાત ધનશીકાની આગામી ફિલ્મ યોગી દા ના ઓડિયો લોન્ચ દરમિયાન કરવામાં આવી હતી જ્યાં વિશાલ મુખ્ય મહેમાનોમાંના એક હતા. આ ખાસ પ્રસંગે, વિશાલ અને ધનશીકા એકબીજાના હાથ પકડીને હસતા જોવા મળ્યા હતા.

vtv app add

ધનશીકા કોણ છે?

35 વર્ષીય સાઈ ધનશીકા તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. 20 નવેમ્બર, 1989ના તમિલનાડુના તંજાવુરમાં જન્મેલી ધનશીકાએ 2006માં મનાથોડુ મઝહૈકલમ ફિલ્મથી ફિલ્મી કરિયર શરૂ કરી હતી. ધનશીકાએ બાદમાં મારંથેન મીમારંથેન, તિરુડી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને કેમ્પા ફિલ્મથી કન્નડ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેણીની સૌથી નોંધપાત્ર ભૂમિકાઓમાંની એક કબાલી (2016) હતી, જેમાં તેણીએ રજનીકાંતની પુત્રીની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ મનોરંજન / વાયરલ ગર્લ મોનાલિસાને આવી એવી ઑફર, જેની માટે ટોપ હિરોઇનોની લાઇન લાગતી!

તમિલ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડી આજે, 29 ઓગસ્ટના તેમનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 1977માં જન્મેલા વિશાલે 2004માં આવેલી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'ચેલ્લામે'થી અભિનયની શરૂઆત કરી હતી. તે પીઢ નિર્માતા જીકે રેડ્ડીનો પુત્ર છે અને તેની એક્શન ભૂમિકાઓ માટે જાણીતો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sai Dhanshika Tamil Cinema vishal actor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ