બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વાયરલ ગર્લ મોનાલિસાને આવી એવી ઑફર, જેની માટે ટોપ હિરોઇનોની લાઇન લાગતી!

મનોરંજન / વાયરલ ગર્લ મોનાલિસાને આવી એવી ઑફર, જેની માટે ટોપ હિરોઇનોની લાઇન લાગતી!

Shilpa Parmar

Last Updated: 02:46 PM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાંથી આખી દુનિયામાં ફેમસ થયેલી મોનાલિસા હવે સ્ટાર બની ગઈ છે. માળા વેચતી આ છોકરી હવે ફિલ્મોમાં જોવા મળશે. ‘ધ ડાયરી ઓફ મણિપુર’ બાદ મોનાલિસાને વધુ એક મોટી ઑફર મળી છે. જાણો કઈ ફિલ્માં જોવા મળશે મોનાલિસા?

મહાકુંભથી દેશભરમાં ઓળખાણ બનાવનાર મોનાલિસાને હવે કોઈ ઓળખની જરૂર નથી રહી. વર્ષ 2025 મોનાલિસા માટે અત્યંત ખાસ સાબિત થયું છે. મહાકુંભમાં માળા વેચતી મોનાલિસા હવે અભિનેત્રી બનવાની સફરમાં આગળ વધી રહી છે.

મોનાલિસાને ‘મણિપુર ડાયરી’ ફિલ્મ માટે પહેલેથી જ ઓફર મળી હતી. ઉપરાંત તેણે અનેક બ્રાન્ડ શૂટ માટે પણ ઑફર્સ મળી છે. હવે તેમના ચાહકો માટે વધુ એક સારી ન્યુઝ સામે આવી છે. ખબર મળી રહી છે કે મોનાલિસાને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળી છે. જેમાં કામ કરવા માટે ટોપ અભિનેત્રીઓ પણ આતુર રહે છે એ ફિલ્મમાં હવે મોનાલિસા કામ કરશે. ચાલો જાણીએ આ વાયરલ ગર્લ હવે કઈ ફિલ્માં જોવા મળશે?

monalisa2

સાઉથ ફિલ્મમાં કરશે ડેબ્યૂ

મહાકુંભ 2025માં માળા વેચતી મોનાલિસાનું ભાગ્ય એકદમ બદલાઈ ગયું છે. જ્યાં પહેલા તે માળા વેચતી હતી, ત્યાં હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી વીડિયો બનાવે છે અને સાથે-સાથે અભિનય પણ શીખી રહી છે. મોનાલિસાને નિર્દેશક સનોજ મિશ્રાએ બોલીવુડ ફિલ્મ માટે સાઇન કરી હતી, પરંતુ તેના શૂટિંગ અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

જણાવી દઈએ કે બોલીવુડ ફિલ્મ સિવાય હવે મોનાલિસાને સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી પણ ઑફર્સ મળી રહી છે. માહિતી મુજબ મોનાલિસા હવે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ વાતની પુષ્ટિ મોનાલિસાએ પોતે કરી છે. તેણે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.

monalisa

મોનાલિસાને મળી મોટી ઑફર

મોનાલિસા જે સાઉથ ફિલ્મ સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે તેનું નામ છે ‘નાગમ્મા’. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કૈલાશ જોવા મળશે, જ્યારે આ ફિલ્મનું દિગ્દર્શન પી બીનૂ વર્ગીસ કરી રહ્યા છે. પોતાના વીડિયોમાં મોનાલિસાએ જણાવ્યું કે આ ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે.

વધુ વાંચો: લાખો યુવતીઓ જેના પર મરે છે તેવા સિંગરને શ્વાસની ભયાનક બિમારી, શ્વાસ થઇ જાય છે બંધ

આ ફિલ્મના નિર્માતા સી.બી. મલયીલ છે. મોનાલિસા માટે આ ઓફર તેની કારકિર્દીનો એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. મોનાલિસા માટે આ ફિલ્મ કરવી ખૂબ મોટી વાત છે. હવે જોવું રહ્યું કે પોતાની જાદુઈ આંખોથી લોકોને દીવાના બનાવી દેતી મોનાલિસા શું હવે પોતાની અભિનય કળાથી પણ ચાહકોને મંત્રમુગ્ધ કરી શકશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maha Kumbh Girl Monalisa Monalisa New Movie Viral girl Monalisa
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ