બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / લાખો યુવતીઓ જેના પર મરે છે તેવા સિંગરને શ્વાસની ભયાનક બિમારી, શ્વાસ થઇ જાય છે બંધ
Last Updated: 10:56 PM, 28 August 2025
Bigg Boss 19: 'બિગ બોસ 19' ના ઘરમાં એક પછી એક ધમાકો થઈ રહ્યો છે. હવે ફેમસ સિંગરની ગંભીર બીમારીનો પણ ખુલાસો થયો છે. શોમાં સિંગર ભારે મશીન લગાવેલા જોવા મળે છે. જેના પછી તેની બીમારી વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી.
ADVERTISEMENT

'બિગ બોસ 19' માં સ્પર્ધક તરીકે જોડાયેલા જાણીતા સંગીતકાર અને ગાયક અમાલ મલિકે શોમાં આવતાની સાથે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. તે તેના શાનદાર વન-લાઇનર્સ, પ્રામાણિક ગેમપ્લેને કારણે ચર્ચાનો વિષય બને છે. તાજેતરના એક એપિસોડમાં તેણે તેના સ્વાસ્થ્યને લગતો એક ગંભીર ખુલાસો કર્યો, દરરોજ રાત્રે તે મશીન લગાવીને સૂઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસ શો દરરોજ રાત્રે 9 વાગ્યે જિયો સિનેમા પર અને રાત્રે 10:30 વાગ્યે કલર્સ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે.
ADVERTISEMENT

અમાલ સ્લીપ એપનિયાથી પીડાઈ રહ્યો છે
ADVERTISEMENT
અમાલે જણાવ્યું કે તેને સ્લીપ એપનિયા નામની ઊંઘ સંબંધિત બીમારી છે, જેમાં વ્યક્તિ સૂતી વખતે થોડી સેકન્ડ માટે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. તેણે કહ્યું, 'હું એક મિનિટમાં 15-20 સેકન્ડ માટે શ્વાસ લઈ શકતો નથી. ગુંગણામણ થતી હોય તેવું લાગે છે. જેને કારણે તે સીપીએપી મશીનનો ઉપયોગ કરે છે. આ રોગને કારણે, અમલને ઘણીવાર નસકોરાં બોલાવવાની સમસ્યા થાય છે.
શોના પ્રીમિયરમાં સલમાન ખાન સાથે વાત કરતી વખતે તેણે કહ્યું, 'હું સૂઈ શકતો નથી અને હું જોરથી નસકોરાં બોલું છું, જેના કારણે પરિવારના સભ્યોને સમસ્યા થઈ શકે છે.'
ADVERTISEMENT

ડિપ્રેશન વિશે પણ વાત કરી
ADVERTISEMENT
અમાલે માનસિક સ્વાસ્થ્ય વિશે પણ ખુલ્લેઆમ વાત કરી તેણે કહ્યું કે તે ક્લિનિકલ ડિપ્રેશનથી પણ સંઘર્ષ કરી રહ્યો છે. અમાલના નાના ભાઈ અને પ્રખ્યાત ગાયક અરમાન મલિકે સોશિયલ મીડિયા પર રમુજી અને ભાવનાત્મક રીતે તેમનું સમર્થન કર્યું.
આ પણ વાંચોઃ મનોરંજન / ફરીએકવાર ગુજરાતને આંગણે થશે બોલીવૂડ સ્ટાર્સનો જમાવડો, ફિલ્મફેર એવોર્ડ્ઝનું ફરી થશે આયોજન
ADVERTISEMENT
બિગ બોસના અન્ય સ્પર્ધકો
અમાલ ઉપરાંત આ સિઝનમાં અશનૂર કૌર, અવેજ દરબાર, ઝીશાન કાદરી, તાન્યા મિત્તલ, નગ્મા મિરાજકર, નેહલ ચુડાસમા, બસીર અલી, અભિષેક બજાજ, ગૌરવ ખન્ના, નતાલિયા જાનોઝેક, પ્રણિત મોરે, નીલમ ગિરી, કુનિકા સદાનંદ અને મૃદુલ તિવારી સહિત ઘણા અન્ય જાણીતા ચહેરાઓ શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.