બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'બાગી 4'નું ધાંસૂ ટ્રેલર રિલીઝ, ટાઇગર શ્રોફનો અંદાજ જોઇ રૂંવાડા ઊભા થઈ જશે

Baaghi 4 Trailer / 'બાગી 4'નું ધાંસૂ ટ્રેલર રિલીઝ, ટાઇગર શ્રોફનો અંદાજ જોઇ રૂંવાડા ઊભા થઈ જશે

Published By: Shilpa Parmar

Last Updated: 02:48 PM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ બાગી 4નું ટ્રેલર આખરે આજે રિલીઝ થઈ ચૂક્યું છે. આ વખતે ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે સંજય દત્ત પણ જોવા મળશે. જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

સૌથી વધુ રાહ જોવાય રહેલી ફિલ્મ બાગી 4 માટે દર્શકોની રાહનો અંત આવ્યો છે. યુવાનોના ફેવરિટ એવા ટાઇગર શ્રોફ સાથે સંજય દત્ત, હરનાઝ સંધૂ અને સોનમ બજવા અભિનીત સાજિદ નડિયાદવાલાની એક્શન ફિલ્મ બાગી 4 નું ધમાકેદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ચૂક્યું છે.

બાગીને આ ફ્રેન્ચાઇઝીની અત્યાર સુધીની સૌથી જબરદસ્ત ફિલ્મ કહેવામાં આવી રહી છે. બાગી 4 ના ટ્રેલરમાં ટાઇગર શ્રોફનો ખૂંખાર અંદાજ જોવા મળે છે જે ખરેખર ફિલ્મ જોવા માટેનું એક્સાઈટમેન્ટ વધારી દે છે. ટ્રેલર રિલીઝ થતા જ ફિલ્મ માટે ફેન્સનો ક્રેઝ વધી ગયો છે.

બાગી 4નું ધમાકેદાર ટ્રેલર

ટાઇગર શ્રોફે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ટ્રેલર શેર કરતાં લખ્યું,

“વર્ષની સૌથી ખૂની પ્રેમકથા અહીંથી શરૂ થાય છે. હા, દરેક આશિક એક વિલન છે... બાગી 4 ટ્રેલર આઉટ.”

ફિલ્મનું ટ્રેલર એક ઈન્ટરેસ્ટિંગ ડાયલોગથી શરૂ થાય છે,

“લવ સ્ટોરી તો સાંભળી હતી, વાંચી હતી, પરંતુ આવી એક્શન-પેક લવ સ્ટોરી જીવનમાં પહેલીવાર જોઈ. રોમિયો... મજનૂ… રાજા... બધાને ફેલ કરી દીધા... એક બાગીએ.”

આ ડાયલોગના બેકગ્રાઉન્ડમાં ટાઇગરનું જબરદસ્ત એક્શન જોવા મળે છે, જે તેમના ફેન્સમાં ફિલ્મને લઈને વધારે ઉત્સુકતા જગાડે છે.

આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ ‘રૉની’નું પાત્ર ભજવી રહ્યા છે. રૉનીનું દિલ એક યુવતી અલીશા પર આવી જાય છે, જેનું પાત્ર મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધૂ ભજવી રહી છે. જ્યારે સોનમ બજવા રૉનીની સાથી તરીકે જોવા મળશે, જે સ્ટોરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રેલરમાં ટાઇગરનો બીજો એક તગડો ડાયલોગ છે,

કોઈ પૂછે છે: “દિમાગ ખસી ગયું છે તારું?” તો રૉની એટલે કે ટાઇગર જવાબ આપે છે: “દિમાગ નથી… દિલ.”

ટાઇગરનો ખૂંખાર અંદાજ

ટ્રેલરમાં અનેક એવા વળાંકો આવે છે જ્યાં દર્શકો વિચારમાં પડી જાય છે કે જે બતાવવામાં આવી રહ્યું છે તે હકીકત છે કે રૉનીનો ભ્રમ. ટાઇગરને ઘણી જગ્યાએ રડતા પણ બતાવવામાં આવ્યા છે, જેથી તેમની ઈમોશનલ સાઈડ પણ જોવા મળે છે. આ દરમિયાન હરનાઝનો એક ડાયલોગ દિલને સ્પર્શી જાય છે, જેમાં તે કહે છે

“રૉની મને ભૂલી શકતો નથી.”

બંને વચ્ચેની કેમેસ્ટ્રી, કારમાં પ્રેમનો ઈઝહાર અને રોમેન્ટિક પળો સ્ટોરીને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. ટ્રેલરમાં ટાઇગર એકસાથે હજારો ગુંડાઓ સામે લડતો જોવા મળે છે. ઘણી જગ્યાએ તે એટલા ખતરનાક અંદાજમાં લડે છે કે કેટલાક સીન જોઈને ખરેખર રુવાડા ઉભા થઈ જાય છે. કેટલીક જગ્યાએ તો તે દુશ્મનોના શરીરથી ધડ અલગ કરતા દેખાય છે.

સંજય દત્તની ધમાકેદાર એન્ટ્રી

ટ્રેલરની એક મોટી સરપ્રાઇઝ એ છે, સંજય દત્તની જબરદસ્ત એન્ટ્રી. તેમની એન્ટ્રી પડતાં જ એક ગૂંજતો અવાજ સંભળાય છે,

“અજીબ કિસ્સો જોયો આત્મહત્યાનો... દુનિયાથી કંટાળીને એક આશિકે મોહબ્બત કરી લીધી.”

આ ડાયલોગથી સંજય દત્તના પાત્રની ઊંડાણભરી ઝલક જોવા મળે છે અને ફિલ્મમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પણ સ્પષ્ટ થાય છે. તેઓ રૉનીની જિંદગીમાં શું ફેરફાર લાવે છે, તે તો ફિલ્મ જોતા જ ખબર પડશે.

વધુ વાંચો: સુંદરતા દેખાડવાના ચક્કરમાં કહાનીનો હાર્દ...! એક ક્લિકમાં વાંચો ફિલ્મ 'પરમસુંદરી'નો રિવ્યૂ

ક્યારે રિલીઝ થશે બાગી 4?

ઓવરઓલ ટ્રેલર ખુબ જ ધમાકેદાર છે અને તેણે ફિલ્મ માટે દર્શકોની એક્સાઇટમેન્ટને વધુ ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. સાજિદ નડિયાડવાલા નિર્મિત અને એ. હર્ષ દિગ્દર્શિત આ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tiger Shroff Sanjay Dutt Baaghi 4 Trailer

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ